અડધા પદો પર પોલીસની ભરતી કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને હાથ લેતા આપી આ ચીમકી

અડધા પદો પર પોલીસની ભરતી કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને હાથ લેતા આપી આ ચીમકી

07/19/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

અડધા પદો પર પોલીસની ભરતી કરવાને લઇને ગુજરાત હાઇકોર્ટે સરકારને હાથ લેતા આપી આ ચીમકી

ગુજરાત હાઇ કોર્ટે બેરોજગારી હોવા છતાં પોલીસ વિભાગમાં માત્ર અડધી પદો પર ભરવાને લઇને રાજ્ય સરકારને આડેહાથ લીધી લગાવી છે. ગુજરાત હાઇ કોર્ટે સરકારને પૂછ્યું છે કે બેરોજગારીના સમયમાં પણ તે માત્ર અડધા પદો પર જ ભરતી કેમ કરી રહી છે? ચીફ જસ્ટિસની આગેવાનીવાળી બેન્ચે કહ્યું કે સરકારે એવું કેમ કર્યું? ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચે 17 ઑગસ્ટ, 2023ના રોજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષના રૂપમાં DGP રેન્કના અધિકારીની નિમણૂક પર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જ્યારે બોર્ડની રચના પણ કરવામાં આવી નહોતી.


ગૃહ વિભાગના વલણ પર નારાજગી

ગૃહ વિભાગના વલણ પર નારાજગી

ગુજરાત હાઇ કોર્ટે કોન્સ્ટેબલ અને ઇન્સ્પેક્ટરની ખાલી પદો ભરવામાં ઢીલાસ રાખવા માટે ગૃહ વિભાગની સખત નિંદા કરી છે. હાઇ કોર્ટે આ અગાઉ ભરતી માટે રજૂ કરાવામાં આવેલા આંકડા પર ગૃહ વિભાગની અધૂરી એફિડેવિટને ફગાવી દીધી હતી. ત્યારબાદ સરકારના સ્પષ્ટીકરણને પણ ફગાવી દેવામાં આવ્યું હતું. ગુરુવારે જ્યારે રાજ્ય સરકારે એફિડેવિટ દાખલ કરવા માટે વધુ સમય માગ્યો તો મુખ્ય ન્યાયાધીશે પૂછ્યું કે બેરોજગારીના આ સમયમાં જ્યારે કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરના આ પદો ખાલી છે તો તમે માત્ર અડધી પદો પર જ ભરતી કેમ કરી રહ્યા છો? હાઇ કોર્ટે આને સુપ્રીમ કોર્ટના આદેશનું ગેરકાયદેસર ઉલ્લંઘન ગણાવ્યું અને અવમાનનાની નોટિસ ફટકારવાની ચીમકી આપી.


હાઇ કોર્ટમાં ઘેરાઇ સરકાર

હાઇ કોર્ટમાં ઘેરાઇ સરકાર

હાઇ કોર્ટે કહ્યું કે 39,880 સ્વીકૃત પદોમાંથી 13,735 પદ ખાલી છે, પરંતુ સરકારે માત્ર 6,600 પદો ભરવાની માગ કરી છે, લગભગ 50 ટકા પદ ખાલી રહી ગયા છે. બિનહથિયારી કોન્સ્ટેબલની 6,348 પદો ખાલી છે, પરંતુ માત્ર 3,302 પદો ભરવાનો છે. SRP કોન્સટેબલોના 4200 પદોમાં માત્ર માત્ર 1,000 પદો પર નિમણૂક થવાની છે. બિનહથિયારી PSIના 1,606 ખાલી પદોમાંથી, સરકાર માત્ર 1,302 પદો પર નિમણૂક કરી રહી છે. તેની નોંધ લેતા હાઇકોર્ટે પૂછ્યું કે, આ નિર્ણય પાછળનું કારણ શું છે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top