અનામત પર ભાજપના મહિલા નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

અનામત પર ભાજપના મહિલા નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

01/28/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

અનામત પર ભાજપના મહિલા નેતાના વિવાદાસ્પદ નિવેદન પર ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

Ishudan Gadhvi on Naukaben Prajapatis Controversial Statement on Reservation: થોડા દિવસ અગાઉ ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે, અનામત માથાના દુઃખાવા સમાન છે, તુષ્ટિકરણની રાજનીતિને કારણે અનામત હટાવી શક્યા નથી.’ આ મામલો હવે રાજકીય રંગ લેતો નજરે પડી રહ્યો છે, અને અગામી સમયમાં વિપક્ષ અને આમ આદમી પાર્ટી દ્વારા શાસક પક્ષને ઘેરાવામાં આવે તો પણ કઈ નવાઈ નહી. આ અંગે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા સામે આવી છે. ચાલો તો જાણીએ શું છે આખો મામલો


ઈશુદાન ગઢવીએ શું કહ્યું

ઈશુદાન ગઢવીએ શું કહ્યું

ભાજપના નેતાના વિવાદિત નિવેદનને લઇને ઈશુદાન ગઢવીએ કહ્યું કે, બિલકુલ ભાજપના મહિલા નેતાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની નીતિ અનામત (આરક્ષણ) વિરોધી છે. ભાજપની નીતિ અનામત વિરોધી છે એ સ્પષ્ટ કર્યું છે કે, અનામતને ગમે ત્યારે હટાવી દેવાનું છે. તેમણે એ સ્પષ્ટ કર્યું છે કે અમને SC. ST અને OBCથી સખત વિરોધ છે. અમે SC. ST અને OBCનું બધું ખતમ કરી દેવા માંગીએ છીએ, એ એમના ભાષાન પરથી સ્પષ્ટ છે.તો મારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, અમિત શાહ અને નરેન્દ્ર મોદીને કહેવું છે કે તમારા મહિલા નેતાએ અનામત વિરોધી નિવેદન આપ્યું છે. તમે તેણી સાથે છો કે નહી. ભાજપ ખુલાસો કરે.

તેમણે વધુમાં કહ્યું કે, શું અગામી સમયમાં ભાજપ ગુજરાતમાંથી અનામત ખતમ કરી દેવા માગે છે? SC, ST અને OBCને અત્યારથી પરેશાન કરવામાં આવી રહ્યા છે. તો ભાજપ શું એવું સ્પષ્ટ કરવા માગે છે કે SC, ST અને OBCનું અનામત છે તે ભાજપ રદ કરી દેવા માગે છે. તેનો ખુલાસો આપે. અગામી સમયમાં આમ આદમી પાર્ટી આનો વિરોધ કરવાની છે ભાજપના નેતાઓનો. આવેદનો પણ આપવાની છે અને તમામ અમારા નેતાઓ છે તે સ્પષ્ટ ભાજપના નેતાઓ પાસે ખુલાસા માગશે.


ગેનીબેન ઠાકોરે શું કહ્યું?

ગેનીબેન ઠાકોરે શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને RSSની જે વિચારધારા છે. SC, ST અને OBCનું અનામત છે એ કઈ રીતે હટે તેના વર્ષોથી પ્રયાસો થઇ રહ્યા છે. એ કોઈ વ્યક્તિ નથી બોલતી, પરંતુ તેમની વિચારધારા બોલે છે. 26મી જાન્યુઆરીએ જ્યારે પ્રજાસત્તાક દિવસની ઉજવણી હોય, અને એજ દિવસે ભાજપના મંત્રી એ અનામત માથાના દુઃખાવા સમાન છે આવું નિવેદન આપીને તેમણે SC, ST અને OBCનો જે હક છે એ છીનવવા માટે તેમનું નિવેદન છે દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આવી વિચારધારાને સદ્વબુદ્વિ આપે અને તેઓ પોતે પણ OBCમાંથી આવે છે. જ્યારે તેમના પતિ પણ ડૉક્ટર છે. તો તેમણે પોતે પણ બક્ષીપંચમાં લાભ લીધો હશે, અને બક્ષીપંચના કેડરમાં આવતા વ્યક્તિઓ જ્યારે અનામતનો વિરોધ કરે અને તેણે માથાના દુઃખાવા સમાન ગણે તો તેનાથી મોટું દુઃખદ નિવેદન બીજું કઈ ન કહી શકાય.


શું છે આખો મામલો

શું છે આખો મામલો

ભાભરમાં પ્રજાસત્તાક દિવસના અવસર પર BJPના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ કહ્યું હતું કે, ‘ક્યાંક ને ક્યાંક તૃષ્ટીકરણની રાજનીતિને કારણે અને વૉટ બેંકની નીતિના આધારે આપણે અનામતને આજે પણ દૂર કરી શક્યા નથી. આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુઃખાવો બની રહ્યું છે. આજે દેશની અંદર આજે આપણું આર્થિક સ્તર સુધરીને 5માં સ્થાને જઈ રહ્યા છીએ.'

તેમણે વધુમાં કહ્યું હતું કે 'ભારતના એક નાગરિક તરીકે આપણે શું ફરજ હોઈ શકે? ભારત અને દેશની જે પ્રોપર્ટી છે જેમની મિલકત છે તે આપણી જ છે. માટે તેનું જતન કરવાની ફરજ આપણી જ છે. માત્ર એક 15 ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી કરવાથી તે રાષ્ટ્રભક્તિ કહેવાતી નથી. પરંતુ આપણા રગે-રગની અંદર, આપણા શરીરની અંદર એક દેશ માટે એક નિષ્ઠા હોવી જોઈએ. આજે ઈઝરાયેલ મોટા મુસ્લિમ દેશને હંફાવી રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top