શું નીતિશ કુમાર NDAથી અલગ થશે? ખરમાસ બાદ રાજકીય ગલિયારામાં ઉથલપાથલની ચર્ચા, જાણો ઇનસાઇડ સ્ટોરી

શું નીતિશ કુમાર NDAથી અલગ થશે? ખરમાસ બાદ રાજકીય ગલિયારામાં ઉથલપાથલની ચર્ચા, જાણો ઇનસાઇડ સ્ટોરી

01/01/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું નીતિશ કુમાર NDAથી અલગ થશે? ખરમાસ બાદ રાજકીય ગલિયારામાં ઉથલપાથલની ચર્ચા, જાણો ઇનસાઇડ સ્ટોરી

Nitish Kumar: વર્ષ 2025ની શરૂઆત સાથે જ બિહારના રાજકીય માહોલમાં પરિવર્તનનો અવાજ સ્પષ્ટપણે સંભળાઇ રહ્યો છે. નવા વર્ષમાં મકરસંક્રાંતિ (14 જાન્યુઆરી) બાદ બિહારમાં રાજકીય પરિવર્તનની જૂની પરંપરા રહી છે. બહુ દૂર ન જઇએ તો પણ નીતિશ કુમારે જાન્યુઆરી 2024માં મહાગઠબંધન છોડી દીધું હતું. NDAમાં સામેલ થઇને તેમણે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. આ વખતે પણ તેઓ ભાજપથી નારાજ હોવાની માહિતી મીડિયા રિપોર્ટ્સથી મળી રહી છે.

બિહારમાં જે રીતે રાજકીય અનિશ્ચિતતા દેખાઇ રહી છે, તેનાથી અનેક ઉતાર-ચઢાવની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. નીતિશ કુમારની ભાજપ પ્રત્યેની કથિત નારાજગી મસાલેદાર મીડિયા રિપોર્ટ્સનું સ્વરૂપ લઇ રહી છે. ઇન્ડિયા બ્લોક હજુ પણ આશાવાદી છે કે નીતિશ કુમાર પોતાના બ્રેઇન ચાઇલ્ડ એલાયન્સમાં પાછા ફરશે. બીજી તરફ NDA દાવો કરી રહ્યું છે કે RJDના 10 કરતા વધુ નેતાઓ NDAમાં સામેલ પાર્ટીઓના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રી જીતનરામ માંઝીનો દાવો છે કે RJDના 10 કરતા વધુ નેતાઓ તેમના સંપર્કમાં છે.


શું નીતિશ ખરેખર ભાજપથી નારાજ છે?

શું નીતિશ ખરેખર ભાજપથી નારાજ છે?

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર ભાજપથી નારાજ છે કારણ કે તેઓ મીડિયા સાથે વાત નથી કરી રહ્યા. જ્યારે પણ તેઓ મૌન રહે છે ત્યારે બિહારમાં કોઇને કોઇ રાજકીય રમત થાય છે. અટકળોનું બીજું કારણ એ છે કે જ્યારે નીતિશ કુમાર દિલ્હી ગયા હતા ત્યારે તેઓ દિવંગત વડાપ્રધાન મનમોહન સિંહના પરિવારના સભ્યોને મળ્યા હતા, પરંતુ તેમણે ભાજપના નેતાઓને મળવાનું યોગ્ય માન્યું નહોતું. આ ત્યારે થયું જ્યારે કેન્દ્રમાં નીતિશ કુમારના સમર્થનથી નરેન્દ્ર મોદીની સરકાર ચાલી રહી છે.

તેમણે અઠવાડિયા-દસ દિવસ અગાઉ અમિત શાહ દ્વારા બોલાવેલી બેઠકમાં હાજરી આપવાનું પણ ટાળ્યું હતું, જ્યારે NDA સરકારમાં નીતિશ કુમાર જેવી જ ભૂમિકા ભજવનાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ હાજરી આપી હતી. અંદાજિત નારાજગીનું ત્રીજું કારણ ભાજપની રાજ્ય એકમ દ્વારા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં JDUને સીટ આપવાનો ઇનકાર છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહે પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં ચૂંટણી લડવાની વાત કરી હતી.


RJDએ નીતિશ કુમાર પર નજર રાખી છે

RJDએ નીતિશ કુમાર પર નજર રાખી છે

RJDના નેતાઓ નીતિશ કુમાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સમયાંતરે તેઓ એવા સંકેત પણ આપતા રહ્યા છે કે નીતિશ ટૂંક સમયમાં RJDમાં જોડાશે. જો કે RJD અગાઉ પણ નીતિશને હટાવવાનો પ્રયાસ કરી ચૂકી છે, પરંતુ તેમાં સફળતા મળી નથી. સાચું કહીએ તો, RJD પર તેમનો જ દાવ બેકફાયર થઇ ગયો હતી.

RJDએ 12 ફેબ્રુઆરી 2024ના રોજ વિશ્વાસ મત દરમિયાન નીતિશને પાઠ ભણાવવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. RJDના ધારાસભ્યોને તેજસ્વી યાદવ દ્વારા તેમના નિવાસસ્થાને નજરકેદ કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવામાં આવ્યા હતા. એમ છતાં, RJDના 2 ધારાસભ્યો- નીલમ દેવી અને ચેતન આનંદે છેલ્લી ક્ષણે RJD છોડી દીધી. લાલુ યાદવે JDUના કેટલાક ધારાસભ્યોને તોડવાની તૈયારી કરી હતી, પરંતુ તે સમયે પણ તેઓ અકબંધ રહ્યા હતા. જ્યારે નીતિશના ભાજપ સાથે અણબનાવના સમાચાર આવવા લાગ્યા છે ત્યારે RJDની તેમની સાથે ફરી એકસાથે આવવાની આશા વધી ગઇ છે.


કઇ-કઇ રાજકીય શક્યતાઓ દેખાઇ રહી છે?

કઇ-કઇ રાજકીય શક્યતાઓ દેખાઇ રહી છે?

રાજ્યના રાજકારણમાં જે પ્રકારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખરમાસ બાદ કંઇક નવું થઇ શકે છે. બધાની નજર નીતિશ કુમાર પર છે. જો તે NDAથી અલગ થઇ જાય અને ઇન્ડિયા બ્લોકમાં ન જોડાય તો પણ ઇન્ડિયા બ્લોક ચોક્કસપણે તેમને અંદર અને બહારથી સમર્થન આપીને સરકાર બનાવવા માટે કહેશે.

નીતિશનું જવું ન માત્ર બિહારમાં, પરંતુ કેન્દ્રમાં પણ ભાજપ માટે જોખમની ઘંટડી સાબિત થઇ શકે છે. એવું પણ શક્ય છે કે જો નીતિશ આવું પગલું ભરે તો તેમની પાર્ટી JDUમાં ભાગલા પડી જાય. આ આશંકા એટલા માટે છે કારણ કે આ દિવસોમાં સંજય ઝા અને લલન સિંહ ભાજપની નજીક દેખાઇ રહ્યા છે. જો નીતિશની સંમતિ વિના આવું થાય તો JDU માટે ખતરાની ઘંટડી છે. એવી પણ શક્યતા છે કે નીતિશ કુમાર વિધાનસભા ભંગ કરીને ચૂંટણીમાં જવાનું પસંદ કરી શકે છે. તેઓ આ અગાઉ પણ મિડ ટર્મ પોલની વાત કરતા રહ્યા છે.


શું આ છે નીતિશની છેલ્લી ઇનિંગ?

શું આ છે નીતિશની છેલ્લી ઇનિંગ?

નીતિશ કુમાર રાજકારણવી ધુરંધર છે. તેઓ દરેક પગલું સાધેલા અંદાજમાં ભરે છે. વર્ષ 2020થી લઇને અત્યાર સુધીમાં તેમણે 2 વાર કહ્યું છે કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રથમ વખત તેમણે કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. બીજી વખત મહાગઠબંધનની સાથે રહીને તેમણે કહ્યું હતું કે 2025ની ચૂંટણી તેજસ્વી યાદવના નેતૃત્વમાં થશે.

આ દરમિયાન બંને પક્ષોના નેતાઓએ તેમને ભારત રત્ન જેવું સર્વોચ્ચ સન્માન આપવાની માગણી શરૂ કરી દીધી છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું હતું કે તેમને ભારત રત્ન મળવું જોઇએ. ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે પણ નીતિશને ભારત રત્ન આપવાની માગ કરી છે. RJDના મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ પણ નીતિશને ભારત રત્ન આપવાના પક્ષમાં છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે નીતિશની સક્રિય રાજનીતિમાંથી સન્માનજનક વિદાયની તૈયારીઓ ચાલી રહી છે. જો આમ થાય છે તો નીતિશની આ છેલ્લી રાજકીય ઇનિંગ બની શકે છે. જો કે અત્યારે તો નવા વર્ષમાં ખારમાસ સુધી રાહ જોવી પડશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top