પાકિસ્તાનની રાજધાનીમાં 2 મહિના માટે 144 લાગૂ, કારણ જાણીને ચોંકી જશો

પાકિસ્તાનની રાજધાનીમાં 2 મહિના માટે 144 લાગૂ, કારણ જાણીને ચોંકી જશો

11/20/2024 World

SidhiKhabar

SidhiKhabar

પાકિસ્તાનની રાજધાનીમાં 2 મહિના માટે 144 લાગૂ, કારણ જાણીને ચોંકી જશો

Islamabad administration imposed Section 144: ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પ્રદર્શનની જાહેરાત કરી હતી. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને, શેહબાઝ શરીફ સરકારે રાજધાની ઇસ્લામાબાદમાં તમામ પ્રકારના જાહેર મેળાવડા પર 2 મહિના માટે પ્રતિબંધ લાદી દીધો છે.પાકિસ્તાન સરકારના આદેશ પર અધિકારીઓએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના પ્રદર્શનને લઈને કડક પગલાં લીધા છે. ઇસ્લામાબાદ પ્રશાસન દ્વારા કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે.

યોજના અનુસાર, સત્તાવાળાઓએ રાજધાની અને આસપાસના વિસ્તારોમાં 5 કે તેનાથી વધુ લોકોના ભેગા થવા પર 2 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. ઈસ્લામાબાદમાં અધિકારીઓના આ પગલાના કારણે ઈમરાન ખાનના સમર્થકોનું પ્રદર્શન પહેલાથી જ ઠપ થઈ શકે છે.


PTIએ પ્રદર્શનની જાહેરાત કરી હતી

PTIએ પ્રદર્શનની જાહેરાત કરી હતી

તમને જણાવી દઈએ કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)એ ગયા અઠવાડિયે પ્રદર્શનની જાહેરાત કરી હતી. PTIએ કહ્યું હતું કે 24 નવેમ્બરે ઈસ્લામાબાદમાં એક પ્રદર્શન કરવામાં આવશે, જેથી સરકારને તેમના પાર્ટી સ્થાપક ઈમરાન ખાનને મુક્ત કરવા દબાણ કરવામાં આવશે, જે એક વર્ષ કરતા વધુ સમયથી જેલમાં છે. પ્રદર્શનની જાહેરાત બાદ, સરકારે ઇસ્લામાબાદમાં કલમ 144 લાગૂ કરી દીધી છે, જેના હેઠળ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.


કલમ 144 લાગૂ

કલમ 144 લાગૂ

ઇસ્લામાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટ ઉસ્માન અશરફની ઓફિસ દ્વારા જાહેર કરાયેલી વિવિધ સૂચનાઓ અનુસાર, કલમ 144 લાગૂ કરવામાં આવી છે કારણ કે સમાજના કેટલાક તત્વો ગેરકાયદેસર રીતે ભેગા થવાની યોજના બનાવી રહ્યા છે જે જાહેર શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. સૂચના હેઠળ, 5 કે તેથી વધુ લોકોના જાહેરમાં ભેગા થવા પર પ્રતિબંધ છે કારણ કે તે 'જાહેર શાંતિ  અને શૌહાર્દને જોખમમાં નાખી શકે છે, માનવ જીવન અને સુરક્ષાને જોખમમાં મૂકે છે'. 

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ગેરકાયદેસર રીતે ભેગા થવાની યોજના બનાવી રહ્યા છે તેઓ સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડી શકે છે અને સામાન્ય લોકો માટે ખતરો બની શકે છે. આવા લોકો ઇસ્લામાબાદ જિલ્લાની મહેસૂલ/પ્રાદેશિક મર્યાદામાં કોમી રમખાણો સહિત અથવા તોફાનો પણ કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top