GDP Growth : ભારતના ગ્રોથને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર, દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સીએ લગા

GDP Growth : ભારતના ગ્રોથને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર, દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સીએ લગાવ્યું મોટું અનુમાન

11/28/2022 Business

SidhiKhabar

SidhiKhabar

GDP Growth : ભારતના ગ્રોથને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર, દુનિયાની સૌથી મોટી રેટિંગ એજન્સીએ લગા

નેશનલ ડેસ્ક : S & P ગ્લોબલ રેટિંગ્સએ સોમવારે દેશનાં આર્થિક ગ્રોથનાં અનુમાનને ઘટાડ્યાં છે જે નાણાકીય વર્ષ 2023 માટેનાં GDP GROWTH નાં અનુમાનને 30 બેસિસ પોઇન્ટ્સ ઘટાડ્યાં છે. નાણાકીય વર્ષ 2024 માટે અનુમાનને 50 બેસિસ પોઇન્ટ્સ ઘટાડીને 6% કરેલ છે. આ પહેલા રેટિંગ એજન્સીએ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતની ઇકોનોમીક ગ્રોથને 7.3% પર રાખ્યો હતો.


ભારત પર વૈશ્વિક સુસ્તીની અસર

S & P ગ્લોબલ રેટિંગ્સમાં સોમવારે એશિયા-પેસિફિક ચીફ ઇકોનોમિસ્ટ Louis Kuijs એ કહ્યું કે વૈશ્વિક સુસ્તીનો ઘરેલુ માંગ આધારિત અર્થવ્યવસ્થા જેવી કે ભારત પર ઓછી અસર પડશે. તેમણે કહ્યું કે ભારતનો આઉટપુટ વર્ષ 2022-23માં 7% નાં દરથી વધશે. તેમણે કહ્યું કે આવનારાં નાણાકીય વર્ષમાં ગ્રોથ રેટ 6% રહેશે.


મોંઘવારી RBI નાં સ્તરથી વધુ રહેશે- રેટિંગ એજન્સી

રેટિંગ એજન્સીએ હાલનાં નાણાકીય વર્ષમાં મોંઘવારી 6.8% રહેવાનું અનુમાન લગાવેલ છે. જે સિવાય એજન્સીએ કહ્યું છે કે આરબીઆઇનાં બેંચમાર્ક વ્યાજદર માર્ચ 2023 સુધી 6.25%નાં દરથી વધશે. વધી રહેલી મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે કેન્દ્રીય બેંકે વ્યાજદરોમાં 1.9%નાં વધારા કરીને તેને 3 વર્ષનાં સૌથી ઊંચા સ્તર 5.9% સુધી પહોંચાડી દીધેલ છે.


એશિયામાં મંદીની આશા નથી- એજન્સી

એશિયામાં મંદીની આશા નથી- એજન્સી

રેટિંગ એજન્સીએ કહ્યું કે આવનારા વર્ષમાં એશિયા પ્રાંતમાં મંદીની આશા નથી. સૂત્રોએ કહ્યું કે આ ક્ષેત્રને વધુ વ્યાજદરો અને ધીમી ગ્લોબલ ટ્રેડ ગ્રોથનાં કારણે અડચણોનો સામનો કરવો પડે છે. તેમણે કહ્યું કે ભારતમાં આવતાં વર્ષે ગ્રોથની ગતિ ધીમી થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top