રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી

અયોધ્યા રામ મંદિર પર હુમલાની ધમકી કેસમાં NIA દ્વારા ત્રણ શંકાસ્પદોની ધરપકડ

02/04/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી

રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAએ બિહારની મોતિહારી પોલીસની મદદથી પ્રતિબંધિત સંગઠન PFIના 3 શંકાસ્પદોની અટકાયત કરી છે. બિહાર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ માટે ત્રણ શકમંદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે NIAની ટીમે કેટલાક લોકોની અટકાયત કરી છે. મહેસી પોલીસ સ્ટેશનના ઈમામ પટ્ટીમાંથી પણ કેટલાક શંકાસ્પદ યુવકોની અટકાયત કરવામાં આવી છે.


પ્રતિબંધિત સંગઠન PFI સાથે તેમના જોડાણનો મામલો સામે આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે માહિતી સામે આવી છે તે મુજબ NIAની ટીમે આ કાર્યવાહી અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દેવાની ધમકીના સંદર્ભમાં કરી છે. NIA કસ્ટડીમાં 3 શંકાસ્પદ યુવકોની પૂછપરછ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top