PM મોદી ઈટાલી, પોર્ટૂગલ, નોર્વેના વડાઓને મળ્યા, સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા

PM મોદી ઈટાલી, પોર્ટૂગલ, નોર્વેના વડાઓને મળ્યા, સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા

11/20/2024 World

SidhiKhabar

SidhiKhabar

PM મોદી ઈટાલી, પોર્ટૂગલ, નોર્વેના વડાઓને મળ્યા, સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા

PM નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના શહેર રિયો ડી જાનેરિયો પહોંચ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. તેમણે X પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલના રિયો ડી જાનેરિયો પહોંચી ગયા છે. આ દરમિયાન તેઓ G20 સંમેલન દરમિયાન ઈટાલી, ઈન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટૂગલ સહિતના ઘણા દેશોના નેતાઓને મળ્યા હતા.

આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. PM મોદીએ સોમવારે તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સુરક્ષા, વેપાર અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવાના માર્ગો પર ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર આ અંગે એક પોસ્ટ શેર કરી છે. 


PM મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી

PM મોદીએ જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી

PM નરેન્દ્ર મોદીએ એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારત-ઇટાલી મિત્રતા વિશ્વ સુધારણામાં ઘણું યોગદાન આપી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રિયોમાં G20 બ્રાઝિલ સમિટની સાથે સાથે ઇટાલિયન વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મીટિંગ કરી હતી. 


PM મોદીએ તસવીર શેર કરી છે

PM મોદીએ તસવીર શેર કરી છે

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ ભારત-ઇટાલી દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ વધારવા અને પ્રોત્સાહન આપવા માટે ભારત-ઇટાલી જોઇન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન 2025-29નું સ્વાગત કર્યું હતું. મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે પણ મુલાકાત કરી અને સુરક્ષા અને આરોગ્ય સંભાળના ક્ષેત્રોમાં સંબંધો સુધારવાની રીતો પર ચર્ચા કરી. આ અંગે PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર બંને નેતાઓની તસવીરો શેર કરી અને તેમણે લખ્યું, 'બ્રાઝિલમાં G20 સમિટ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયનોને મળીને ખુશી થઈ.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top