રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડશે : આ વિસ્તાર માટે હવામાન વિભાગે આગાહી કરી

રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડશે : આ વિસ્તાર માટે હવામાન વિભાગે આગાહી કરી

12/27/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડશે : આ વિસ્તાર માટે હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાત ડેસ્ક: હવે કમોસમી વરસાદ જાણે સામાન્ય વાત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ કમોસમી વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું. હવે હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરતા લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ચિંતા પેંઠી છે. 


હવામાન વિભાગ અનુસાર 28 ડિસેમ્બરે વિસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં માવઠું પડશે. જેથી આજે રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આજે કેટલાક વિસ્તારોમાં વરસાદની પણ શક્યતા છે.

હવામાનની આગાહી મુજબ, 28 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સમગ્ર રાજ્યભરમાં અસર વર્તાશે અને એકાએક વાતાવરણમાં પલટો આવશે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, પાલનપુર, ડીસા, થરા જેવા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


માવઠાંની આગાહીના પગલે એક તરફ ખેડૂતો ચિંતામાં મૂકાયા છે તો બીજી તરફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની ગૂણ વરસાદને કારણે અનાજ પલડીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે હેતુસર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગોમાં લેખિત પત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા જાણ કરવામાં આવી છે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top