રેખા ગુપ્તાએ લીધા પદ અને ગોપનીયતાના શપથ!
રેખા ગુપ્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રામલીલા મેદાનમાં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. તેઓ દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી બન્યા છે. આ પાર્ટી માટે ઐતિહાસિક દિવસ છે કારણ કે ભાજપ 27 વર્ષ બાદ રાજધાનીમાં સત્તામાં પાછી આવી છે. સુષ્મા સ્વરાજ, શીલા દીક્ષિત અને આતિશી બાદ રેખા ગુપ્તા દિલ્હીના ચોથા મહિલા મુખ્યમંત્રી છે.
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા બાદ, પરવેશ વર્મા, આશિષ સૂદ, મનજિન્દર સિંહ સિરસા, રવિન્દર ઈન્દરાજ, કપિલ મિશ્રા અને પંકજ સિંહે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp