શેર બજારમાં મોટો કડાકો, બજારને સરકારની આ જાહેરાત પસંદ ન આવી

શેર બજારમાં મોટો કડાકો, બજારને સરકારની આ જાહેરાત પસંદ ન આવી

02/01/2025 Business

SidhiKhabar

SidhiKhabar

શેર બજારમાં મોટો કડાકો, બજારને સરકારની આ જાહેરાત પસંદ ન આવી

Budget 2025: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ બિલની જાહેરાત કરી છે, જે આગામી અઠવાડિયાથી લાગૂ થશે, પરંતુ આ જાહેરાત શેર બજારને પંસદ આવી નથી અને અચાનક શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે. નિફ્ટી 111.15 અંક નીચે આવીને 23,297.25 પર આવી ગયો, જ્યારે સેન્સેક્સ આજે 300 અંક કરતા વધુના ઘટાડા સાથે 77,193.22 પર ટ્રેડ કરી રહ્યો છે.


PSU શેરોમાં તેજી:

PSU શેરોમાં તેજી:

ભલે શેર બજારમાં દબાવ જોવા મળી રહ્યો હોય, પરંતુ સરકારી શેરોમાં તેજી છે. RVNLમાં 5 ટકાની તેજી, IRBમાં પણ 5 ટકાની તેજી, મઝગાંવ ડૉક,  BDL અને NHPC જેવા શેર તેજી પર ટ્રેડ કરી રહ્યા છે.

અદાણી ગ્રુપના શેરોમાં પણ તેજી:

શેર બજારમાં ઉથલ-પાથલ વચ્ચે અન્ય શેરો સાથે જ અદાણી ગ્રુપના શેર પણ ખૂબ ચાલી રહ્યા છે. અદાણી ગ્રુપના શેરોમાં અદાણી પાવરના શેર લગભગ 4 ટકા, અદાણી ગ્રીન 3.52 ટકા અને અદાણી એન્ટરપ્રાઇઝીસ 2.46 ટકા, અદાણી પોર્ટ, અદાણી ટોટલ ગેસ અને અદાણી વિલ્મરના શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. BSE સેન્સેક્સના ટોપ 30 શેરોમાંથી 9 શેરમાં સૌથી વધારે કડાકો જોવા મળ્યો છે. જ્યારે 21 શેરમાં તેજી જોવા મળી રહી છે. તેમાં સૌથી વધુ તેજી ITC Hotelsમાં લગભગ 3 ટકા તેજી આવી છે. તો ટાઈટનના શેરોમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.

NSEના ટોપ 50 શેરોમાંથી ITC હૉટલ્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બેલ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરોમાં ૩ ટકાની તેજી આવી છે. તો NSE ટોપ 50 શેરોમાંથી 23 શેર ઘટાડા પર છે, જેમાં હીરો મોટોકોર્પ અને વિપ્રો જેવા શેર છે.


આ શેરોમાં કડાકો:

આ શેરોમાં કડાકો:

જે શેરોમાં કડાકો જોવા મળ્યો છે તેમાં ફાઇવ સ્ટાર બિઝનેસ 5 ટકા, પેજ ઇન્ડસ્ટ્રી 1 ટકા, ઇન્ડિયન બેંક 1 ટકા, નેલ્કો 2 ટકા અને હીરોમોટોકોર્પ લગભગ 2 ટકા સામેલ છે.

IT સેક્ટર છોડીને આજે બધા ઇન્ડેક્સમાં તેજી જોવા મળી રહી છે. સૌથી વધારે તેજી રિયલ્ટી સેક્ટર્સમાં છે જે લગભગ 1 ટકા ચઢ્યા છે, ત્યારબાદ FMCG, બેન્કિંગ અને અન્ય સેક્ટર્સમાં તેજી આવી છે.

આ શરોમાં પણ ફોકસ રહેશે

બજેટ રજૂ કરવા દરમિયાન HAL, BDL, BEL, MTAR, ડેટા પેટર્ન, પારસ ડિફેન્સ, GRSE, કોચીન અને માઝાગોન ડોકના સ્ટોક્સ ફોકસમાં રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top