Ukai Dam Alert: ઉકાઇ ડેમની જળસપાટી વધી, 4 દરવાજા ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડાયું! સુરતના દર

Ukai Dam Alert: ઉકાઇ ડેમની જળસપાટી વધી, 4 દરવાજા ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડાયું! સુરતના દરિયા કિનારે સતત મોનિટરિંગ!

08/07/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ukai Dam Alert: ઉકાઇ ડેમની જળસપાટી વધી, 4 દરવાજા ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી છોડાયું! સુરતના દર

Ukai Dam Level: છેલ્લા ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. ગઈકાલે સાપુતારામાં ધોધમાર 9 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.  તો વાંસદામાં આઠ, આહવામાં  સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યની મોટા ભાગની નદીઓ, નાળા અને સરોવરોમાં પાણીની આવકમાં ભરપૂર વધારો નોંધાયો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તાપી નદી પરનો ઉકાઇ ડેમ ઓવરફ્લો થઇ છે. હાલમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક વધારો થઈ રહી છે.


ઉકાઈ ડેમની સપાટી બાબતે એલર્ટ!

ઉકાઈ ડેમની સપાટી બાબતે એલર્ટ!

ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના ઉકાઈ ડેમની જળ સપાટીમાં દિવસેને દિવસે વધારો નોંધાઇ રહ્યો છે. ઉકાઈ ડેમમાં 74 હજાર 884 ક્યૂસેક પાણીની આવક નોંધાઇ છે, અને 4 દરવાજા ખોલીને 46 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયુ છે. ફ્લડ વિભાગ દ્વારા સુરતના દરિયા કિનારે મોટી ભરતી અને ઉકાઈમાં પાણીના આવકનું સતત મૉનિટરીંગ કરવામાં આવશે. નદીમાં છોડવામાં આવી રહેલા પાણીને લીધે નદીકાંઠાના વિસ્તારોના લોકોની સુરક્ષા વ્યવસ્થાને જાળવવા માટે સુરત જિલ્લાના તમામ તાલુકાના મામલતદારને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપી નદી પરનો ઉકાઇ ડેમ અત્યારે સંપૂર્ણ ફૂલ થઇ ગયો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઈ ડેમ આજે સંપૂર્ણ ભરાઈ ગયો હોવાની તસવીરો સામે આવી છે. ઉકાઈ ડેમ આજે આ સિઝનમાં પોતાની મહત્તમ સપાટીએ પહોંચ્યો અને સંપૂર્ણ ભરાઇ ગયો છે.


ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

ગુજરાતના આ જિલ્લાને ઘમરોળશે મેઘરાજા, હવામાન વિભાગે આપ્યું એલર્ટ

હાલ 2 વરસાદી સિસ્ટમ એક્ટિવ હોવાથી ગુજરાતના અનેક જિલ્લામાં છૂટછવાયો વરસાદ (rain) વરસી રહ્યો છે. વરસાદને  લઇને હવામાન વિભાગે (Meteorological Department) 2 જિલ્લામાં ઓરેન્જ તો પાંચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આજે દક્ષિણ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે, બે જિલ્લામાં ઓરેન્જ, તો પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે.

દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડના વરસાદનું  ઓરેજ એલર્ટ અપાયુ  છે. અહીં  છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના આ 2 જિલ્લામાં  ભારે વરસાદનું અનુમાન છે. તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top