આજે આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે; તો આ જાતકનો શું હાલ છે ? જાણો આજનું રાશિફ

આજે આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે; તો આ જાતકનો શું હાલ છે ? જાણો આજનું રાશિફળ?

05/22/2024 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આજે આ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીઓથી ભરેલો રહેશે; તો આ જાતકનો શું હાલ છે ? જાણો આજનું રાશિફ

તમામ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, દૈનિક રાશિફળમાં જાણો. કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો.


મેષ

મેષ

તમારી માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેશે. તમને તમારા લાઈફ પાર્ટનર કે બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે. લવ લાઈફ જીવતા લોકોએ તેમના પ્રિયજનની વાતોમાં આવીને રોકાણ ન કરવું જોઈએ. તમને તમારા બાળકના શિક્ષણ અંગે નિરાશાજનક સમાચાર મળી શકે છે. તમે પરોપકારી કાર્યોમાં ભાગ લેશો, પરંતુ સામાજિક કાર્યકરોના દુશ્મનો તેમની છબી ખરડવાનો પ્રયાસ કરી શકે છે, જેથી તેમણે સાવચેત રહેવું જોઈએ. તમે જૂની નારાજગી ભૂલીને તમારા ભાઈઓને ભેટી પડશો. લકી કલર: લાલ, લકી નંબર: 5


વૃષભ

વૃષભ

તમે આજે દાન કાર્યોમાં ખર્ચ કરશો. આજે તમારી રિયલ એસ્ટેટને લગતી સમસ્યા ઉકેલાઈ શકે છે. તમારી માટે ઓફિસમાં વાતચીત કરવી વધુ સારી રહેશે, નહીંતર તમારા સિનિયરો સાથે તકરાર થઈ શકે છે. આજે ઘરથી દૂર રહીને કામ કરતા લોકોએ તેમના પરિવારના સભ્યોને જાણ કરવી જોઈએ. તેમને પરિવારજનોની યાદ આવી શકે છે અને તેઓ તેમને મળવા આવી શકે છે. તમને વેપારમાં બાકી પૈસા મળતાં તમે ખુશ રહેશો. તમે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન પૂરું કરશો. તમને કોઈ મિત્રના સ્વાસ્થ્ય અંગે ચિંતા થશે. લકી કલર: કાળો, લકી નંબર: 1


મિથુન

મિથુન

આજે તમે ઓફિસમાં તમારા કેટલાક અટકેલા પ્રોજેક્ટ્સ શરૂ કરશો, જેમાં તમને નફો થશે. તમે તમારા લાઈફ પાર્ટનર સાથે ભવિષ્ય માટે રોકાણનું પ્લાનિંગ કરી શકો છો. તમને તમારા બાળકો તરફથી કોઈ ખુશખબર મળી શકે છે. તમે ધાર્મિક કાર્ય તરફ આકર્ષાશો. તમે કોઈ પ્રતિકૂળ સમાચાર સાંભળીને વ્યથિત થઈ જશો, છતાં પણ તમે કોઈ અણધાર્યા પ્રવાસે જઈ શકો છો. નોકરિયાત જાતકોએ કામ પૂર્ણ કરવા માટે તેમના જુનિયરની કેટલીક નાની ભૂલોને અવગણવી પડે. લકી કલર: રાખોડી, લકી નંબર: 10


કર્ક

કર્ક

આજે તમને પ્રતિકૂળ પરિણામ મળશે. તમારી કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાને અવગણશો નહીં અને ડૉક્ટરની સલાહ લો. આજે તમે તમારી ઓફિસમાં કેટલાક ફેરફારો પણ કરી શકો છો, જેના થકી તમે તમારા પેન્ડિંગ કામ પૂર્ણ કરી શકશો. તમે તમારા મિત્રો સાથે નવા પ્રોજેક્ટ પર કામ કરી શકો છો. પરિવારના કોઈ સભ્ય સાથે તમે દલીલ કરી શકો છો, તેથી સાવચેત રહો. આજે વિદ્યાર્થીઓના હાયર એજ્યુકેશનનો માર્ગ મોકળો થશે. તમે સફળતાપૂર્વક તમારું જૂનું દેવું ચૂકવી શકશો. લકી કલર: બ્રાઉન, લકી નંબર: 2


સિંહ

સિંહ

આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. આજે ઓફિસમાં તમારા વિરોધીથી સતર્ક રહો અથવા તેમના કામ પર ધ્યાન ન આપો. આજે તમે આલોચકોની ટીકા કરવામાં વ્યસ્ત રહેશો અને તમારા કામ પર ધ્યાન નહીં આપો, તમારા વિરોધીઓ તેનો ફાયદો ઉઠાવી શકે છે. આજે પૈસાની લેવડ-દેવડ કરવામાં સાવધાની વર્તો. તમારે પોતાની પાસેથી જ ઉધાર લેવું, નહીંતર પૈસા ચૂકવવા મુશ્કેલ બનશે. જો તમારા જીવનસાથી સાથે તમારો વિવાદ ચાલી રહ્યો છે, તો આજે સમાપ્ત થઈ જશે અને તમે એકબીજા સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી શકો છો. લકી કલર: સફેદ, લકી નંબર: 6


કન્યા

કન્યા

આજે તમારા માન-સન્માનમાં વધારો થશે. તમે સારા મૂડમાં રહેશો અને તમારા પરિવાર માટે કંઈક સારું વિચારશો. નોકરી કરતા લોકોએ તેમના સિનિયરો સાથે કોઈ કામમાં વિવાદ કરવાનું ટાળવું, તો જ તે કોઈ પરિણામ સુધી પહોંચી શકશે. ડીલ નક્કી કરવા માટે નાના વેપારીઓને તેમના પિતાની સલાહ લેવી પડે. જો તમે નવી પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યા છો, તો થોડો સમય રાહ જોવી જોઈએ, નહીંતર તે તમારા માટે ખોટનો સોદો બની શકે છે. તમે ઉઠાવેલા કોઈ ખોટા પગલાં માટે ભવિષ્યમાં તમારે પરિવારની માફી માંગવી પડી શકે છે. લકી કલર: નારંગી, લકી નંબર: 3


તુલા

તુલા

આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે તમારા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. આજે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અરજી કરવા માટે તૈયાર રહેવું પડશે. કાર્યસ્થળ પર તમે તમારા અધિકારીઓની આંખનો તારો બનશો. સરકારી નોકરી કરતા લોકોને મહિલા મિત્રની મદદથી આર્થિક લાભ થઇ શકે છે. સટ્ટાબાજીમાં પૈસા રોકતા લોકો ખુલ્લેઆમ રોકાણ કરી શકે છે. તમારે તમારા પેન્ડિંગ કાર્યો પ્રત્યે સભાન રહેવું પડશે, તો જ તમે તેને પૂર્ણ કરી શકશો. લકી કલર: વાદળી, લકી નંબર: 11


વૃશ્ચિક

વૃશ્ચિક

આજે તમને મિશ્રા પરિણામો મળશે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થાય, તો ધીરજ રાખો. તમે જેને સજ્જન માનતા હોવ, તે તમને છેતરી શકે છે. આજે તમને કેટલાક નિરાશાજનક સમાચાર મળી શકે છે. આજે ઓફિસમાં તમારા શત્રુઓ મજબૂત રહેશે, તેમનાથી તમને સમસ્યાઓ થઇ શકે છે. તમે પરિવારના કોઈ સભ્યના લગ્નમાં આવતી અડચણોને દૂર કરવાના પ્રયત્નો કરશો. લકી કલર: લવંડર, લકી નંબર: 8


ધન

ધન

આજે તમારા મનમાં એક પ્રકારનો ડર રહેશે. જેથી તમે સમયસર કોઈ નિર્ણય નહીં લો, પરંતુ તમારી ચિંતા નકામી જશે. નાના વેપારીઓને છૂટક નફાની તકો મળશે, જેને તેમણે ઝડપી લેવાની રહેશે. આજે તમારે ચોક્કસપણે બિઝનેસ ટ્રીપ પર જવું જોઈએ, કારણ કે તે તમારા માટે ફાયદાકારક રહેશે. આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થઈ શકે છે, તેથી તેના દૃષ્ટિકોણને સમજવો પડશે, નહીંતર તે ગુસ્સે થઈ શકે છે. આજે તમે તમારી માતાને તેના પિયરના લોકો સાથે સમાધાન માટે લઈ જઈ શકો છો. લકી કલર: ક્રીમ, લકી નંબર: 12


મકર

મકર

આજનો દિવસ નાણાંકીય દૃષ્ટિકોણથી સારો રહેશે. તમને ઓફિસમાં અગાઉના કેટલાક રોકાણોનો લાભ મળશે. તેમજ તમને તમારા પેન્ડિંગ પૈસા મળી શકે છે. આજે વિદ્યાર્થીઓને તેમની ઈચ્છા અનુસાર પરિણામ મળવાથી તેઓ ખુશ થશે. તેમજ તેઓ પરિવારના સભ્યો તેમના માટે નાની પાર્ટી પ્લાન કરી શકે છે. તમને કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે, જેમાં તમારે વિચારીને બોલવું વધુ સારું રહેશે. આજે તમે કેટલાક મહાનુભાવોને મળશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમને કોઈ પ્રિય વ્યક્તિ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. લકી કલર: નેવી બ્લુ, લકી નંબર: 4


કુંભ

કુંભ

આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. જો આજે તમે કોઈ જોખમી નિર્ણય લો છો, તો તમારે સાવચેત રહેવું, નહીંતર પાછળથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. આજે તમારે ઓફિસમાં તમારા કોઈ સહકર્મીથી પ્રભાવિત થવાની જરૂર નથી. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે સારો રહેશે. આજે વિદ્યાર્થીઓ કોઈપણ પરીક્ષા માટે અરજી કરી શકે છે. તમને તમારા સાસરિયાઓ તરફથી આર્થિક લાભ થાય. આજે તમારા કોઈ કાયદાકીય કામમાં વિલંબ થઈ શકે છે. લકી કલર: મેજેન્ટા, લકી નંબર: 9


મીન

મીન

આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આજે તમે કેટલાક મહત્વના કામ પતાવવાનો પ્રયત્ન કરશો, પરંતુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તમે ધીમા પડશો. આજે ઓફિસમાં તમે તમારા જીવનસાથીની સલાહથી કોઈ નિર્ણય લો, તો તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારા કેટલાક કામમાં અવરોધો આવશે, પરિણામે તમને માનસિક તણાવ રહેશે. આજે તમને મિત્રો તરફથી મદદ મળી શકે છે, પરંતુ પરિવારના કોઈ સભ્યનો વિશ્વાસ તૂટવાથી તમે નિરાશ થશો. લકી કલર: ગુલાબી, લકી નંબર: 13

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)

 

 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top