યુક્રેન દ્વારા જોરદાર વળતો હુમલો, અમેરિકામાં બનેલી મિસાઇલોથી રશિયા પર હુમલો; પુતિન હવે શું કરશે?
Russo Ukrainian War: યુક્રેને રશિયાને જોરદાર ટક્કર આપી છે. યુક્રેને રશિયા પર અમેરિકન બનાવટની મિસાઈલો છોડી છે. આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અમેરિકાએ રશિયાને નિશાનો બનાવવા માટે લાંબા અંતરની મિસાઈલના ઉપયોગ પર યુક્રેન પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી લીધો છે.યુક્રેને જોરદાર વળતો પ્રહાર કરતા રશિયા પર મિસાઈલ છોડી છે. યુક્રેને સોમવારે રાત્રે રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં અમેરિકા નિર્મિત 6 ATAC મિસાઇલો છોડી હતી.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન દળોએ 5 મિસાઇલોને તોડી પાડી હતી, જ્યારે બીજી મિસાઇલને ગંભીર નુકસાન પહોંચાડ્યું હતું. મંત્રાલયે જણાવ્યું હતું કે મિસાઈલના ટુકડા લશ્કરી પરિસરમાં પડ્યા હતા. મિસાઈલના કાટમાળના કારણે આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે વોશિંગ્ટને રશિયાને નિશાન બનાવવા માટે અમેરિકા નિર્મિત લાંબા અંતરની મિસાઈલના ઉપયોગ પર યુક્રેન પર લગાવવામાં આવેલ પ્રતિબંધ હટાવી લીધો છે. જો કે, યુક્રેને બ્રાયન્સ્ક પ્રદેશ પરના હુમલામાં ATACM મિસાઇલના ઉપયોગની તાત્કાલિક પુષ્ટિ કરી નહોતી. દિવસની શરૂઆતમાં, યુક્રેનના સૈન્ય વડાએ કહ્યું હતું કે યુક્રેનિયન દળોએ રશિયાના બ્રાયન્સ્ક ક્ષેત્રના કારાચેવ વિસ્તારમાં લોજિસ્ટિક સપોર્ટ સેન્ટરના શસ્ત્રાગાર પર હુમલો કર્યો હતો. હુમલાના વિસ્તારમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયો હતો. યુક્રેન વિરુદ્ધ રશિયાના આક્રમણને સમાપ્ત કરવા માટે રશિયન દળોના હથિયારોના બેઝ પરના હુમલા કરવાનું ચાલુ રાખશે".
ઉલ્લેખનીય છે કે હાલના દિવસોમાં રશિયાએ યુક્રેનમાં ઘણા હુમલા કર્યા છે. રશિયાએ છેલ્લા 3 દિવસમાં ત્રીજી વખત યુક્રેનના રહેણાંક વિસ્તારો પર હવાઈ હુમલા કર્યા છે. રશિયાના તાજેતરના હુમલામાં એક બાળક સહિત 12 લોકોના મોત થયા છે. યુક્રેનની બચાવ સેવાના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે સુમી ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં 2 બાળકો સહિત 11 ઘાયલ થયા છે. તેમણે કાટમાળ નીચે વધુ લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
શું રશિયા પરમાણુ હુમલો કરશે?
આ દરમિયાન અહીં એ પણ જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે નવી પરમાણુ નીતિ પર હસ્તાક્ષર કર્યા છે. નવી નીતિ જણાવે છે કે રશિયા તેના પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે જો રશિયા અથવા તેના સાથી દેશોના પ્રદેશને લક્ષ્યાંકિત કરી બેલિસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવશે તો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp