આજે વાવ વિધાનસભા સીટની પેટાચૂંટણી, પ્રથમ બે કલાકમાં કેટલા ટકા મતદાન થયું

આજે વાવ વિધાનસભા સીટની પેટાચૂંટણી, પ્રથમ બે કલાકમાં કેટલા ટકા મતદાન થયું?

11/13/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

આજે વાવ વિધાનસભા સીટની પેટાચૂંટણી, પ્રથમ બે કલાકમાં કેટલા ટકા મતદાન થયું

Vav By-Election: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે મેદાનમાં છે. આ ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોર માટે, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી છે. આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી મતદાન શરૂ થઇ ગયું છે જે સાંજે 06.00 વાગ્યા સુધી ચાલુ રહેશે.


અત્યાર સુધી ૧૪.૨૫ ટકા મતદાન

અત્યાર સુધી ૧૪.૨૫ ટકા મતદાન

આજે યોજાઈ રહેલી વાવ બેઠકની પેટાચૂંટણીમાં, અત્યાર સુધી સુધી 14.25% મતદાન થયું હતું. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે. વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આગામી 23 નવેમ્બરના રોજ જાહેર થશે. આ બેઠક અંકે કરવા માટે ભાજપ મરણીયુ બન્યું છે. જ્યારે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top