ખ્યાતિ હૉસ્પિટલ સામે NSUIનો ઉગ્ર દેખાવ, પોલીસે કાર્યકર્તાઓને કર્યા ડિટેઈન
Ahmedabad Khyati Hospital scandal: ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરોની બેદરકારી ગણીએ કે પૈસાની ઘેલાસા, પરંતુ તેના કારણે નિર્દોષ 2 લોકોના જીવ હણાઈ ગયા અને તેના કારણે હવે આખા ગુજરાતમાં તેણી ખુબ ચર્ચા થઇ રહી છે. તો ગઈ કાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી સાથે અધિકારીઓની બેઠક થઇ હતી. ત્યારબાદ સરકાર પોતે ફરિયાદી બનશે તેમ કહેવાયું હતું. અને હવે તેણી કાર્યવાહી શરૂ થઇ ગઈ છે. ખ્યાતિ હૉસ્પિટલના એક ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી છે. હવે ખ્યાતિ હૉસ્પિટલને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે.
ખ્યાતિ હૉસ્પિટલ કાંડ બાદ કોંગ્રેસની વિદ્યાર્થી શાખા NSUI મેદાનમાં આવી છે. તેણે હોસ્પિટલ બહાર દેખાવ કર્યો હતો. NSUIના કાર્યકર્તા હૉસ્પિટલની તાળાબંધી કરવા પહોંચ્યા હતા. અ દરમિયાન પોલીસે NSUIના કાર્યકર્તાઓને ડીટેન કર્યા હતા. 2 દિવસ અગાઉ ખ્યાતિ હૉસ્પિટલમાં 2 દર્દીઓનાં મોત થયા હતા. ખ્યાતિ હૉસ્પિટલ સામે મહેસાણા અને અમદાવાદમાં ફરિયાદ નોંધાઇ છે. ખ્યાતિ હૉસ્પિટલ સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp