લોક કલાકાર રાજભા ગઢવીએ આહવા-ડાંગના આદિવાસીઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી!
Rajbha Gadhvis Controversial Statement: પ્રસિદ્ધ ગુજરાતી લોકસાહિત્ય અને લોક કલાકાર રાજભા ગઢવીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેના કારણે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં જ આયોજિત લોક ડાયરાના કાર્યક્રમમાં રાજભા ગઢવીએ કહ્યું હતું કે, ગુજરાતના જ ડાંગ આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી. જેનો વાયરલ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીના લીધે ડાંગ સહિત આદિવાસી વિસ્તારોમાંમાં રોષ જોવા મળી રહ્યો છે.
આહવા-ડાંગના આદિવાસીઓ પર ટિપ્પણી કરીને રાજભા ગઢવી વિવાદમાં ફસાઇ ગયા છે. જણવી દઈએ કે, હાલમાં સોશિયલ મીડિયા પર રાજભા ગઢવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો લોક ડાયરાના કાર્યક્રમનો છે. આ વીડિયોમાં રાજભા ગઢવી કહે છે કે, ગુજરાતના ડાંગ-આહવાના જંગલોમાં કેટલાયને લૂંટી લે અને કપડાં પણ રહેવા દેતા નથી.
મળતી માહિતી મુજબ, આ વાયરલ વીડિયોને લઇને આદિવાસી વિસ્તીરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોક ડાયરામાં જાહેર જનતાને ડાંગને લઇને ખોટી વાત કરતા ડાંગના લોકો અને આદિવાસી સમાજમાં રાજભા ગઢવીને સામે રોષ જોવા મળી રહ્યો છે. રાજભા ગઢવીના આ વિવાદાસ્પદ ટિપ્પણીવે ડાંગના રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે રાજભા ગઢવીને પડકાર આપતા કહ્યું હતું કે, આ વિવાદાસ્પદ ટિપ્પણી પાછી ખેંચે અને અમારી પ્રજા પાસે માફી માગે. નહિંતર આગામી દિવસોમાં આ મામલે આવેદન પત્ર આપી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ડાંગના સામાજિક કાર્યકર સ્નેહલ ઠક્કરે આ વાયરલ વીડિયોને લઈને ડાંગ જિલ્લા આદિવાસી સમાજ તપફથી તાત્કાલિક ધોરણે એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધી કાર્યવાહી કરવાની માગ કરી છે. તો વલસાડના ભાજપના સાંસદ ધવલ પટેલે પણ રાજભા ગઢવીના નિવેદનને લઇ વિરોધ નોંધાવ્યો છે. સાંસદ ધવલ પટેલે રાજભા ગઢવી આદિવાસી સમાજની માફી માગે તેવી માગ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp