કોણ છે SDMને સણસણતો તમાચો મારનાર નરેશ મીણા? કોંગ્રેસ અને કિરોડી લાલ મીણા સાથે ખાસ કનેક્શન

કોણ છે SDMને સણસણતો તમાચો મારનાર નરેશ મીણા? કોંગ્રેસ અને કિરોડી લાલ મીણા સાથે ખાસ કનેક્શન

11/14/2024 National

SidhiKhabar

SidhiKhabar

કોણ છે SDMને સણસણતો તમાચો મારનાર નરેશ મીણા? કોંગ્રેસ અને કિરોડી લાલ મીણા સાથે ખાસ કનેક્શન

Who is Naresh Meena: રાજસ્થાનના ટોંક જિલ્લાની દેવલી-ઉનિયારા વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર નરેશ મીણા ચર્ચામાં છે કારણ કે તેણે પોલિંગ બૂથની બહાર તૈનાત માલપુરાના SDM અમિત ચૌધરીને જોરદાર તમાચો મારી દીધો હતો. આ થપ્પડ બાદ ટોંકમાં હિંસા, તોડફોડ અને આગચંપી થઈ. આ ઘટનાથી વહીવટી અધિકારી વર્ગ પણ નારાજ છે અને આરોપી નરેશ મીણાની ધરપકડની માગ પર અડગ છે.

પોલીસ દ્વારા નરેશ મીણાની ધરપકડ કરવામાં આવતા નરેશ મીણાના સમર્થકો લાકડી-દંડા સાથે સામરાવતા ગામમાં ભેગા થયા હતા,  નરેશ મીણાએ તેણે ફરજ પરના અધિકારીને તમાચો માર્યો હતો, પરંતુ જ્યારે તેના સમર્થકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે હોબાળો થયો હતો. મીણાના સમર્થકોએ તોડફોડ અને આગચંપી કરી હતી. ચાલો જાણીએ આખરે આ નરેશ મીણા કોણ છે? સરકારી અધિકારીને થપ્પડ મારવાની હિંમત કોણે કરી અને આટલો હોબાળો કેમ મચાવ્યો.


નરેશ મીણાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા

નરેશ મીણાને કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરેશ મીણા રાજસ્થાનના બરાન જિલ્લાના છાબરા ગામનો રહેવાસી છે. તેણે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023માં છપરાથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ તેના માટે તેણે કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. તેથી કોંગ્રેસે તેની હકાલપટ્ટી કરી હતી. ત્યારબાદ તેણે દૌસા બેઠક પરથી લોકસભા ચૂંટણી 2024 લડવાની જાહેરાત કરી. આ કારણે કોંગ્રેસે માર્ચ 2024માં તેને પાછો અપનાવી લીધો.

હવે તેઓ વિધાનસભા પેટાચૂંટણી માટે ટિકિટ માગી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા તેમણે દેવલી-ઉનિયારામાંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસે દેવલી ઉનિયારા બેઠક પરથી કેસી મીણાને મેદાનમાં ઉતાર્યા છે. નરેશ મીણાએ ફરી બળવો કર્યો ત્યારે કોંગ્રેસે નરેશ મીણાને સસ્પેન્ડ કર્યા હતા. નરેશ પર અનુશાસનહીનતાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, પરંતુ બે વખત હાંકી કાઢવાને કારણે લાઈમલાઈટમાં ન આવનાર નરેશ મીણા થપ્પડ મારીને વિવાદોમાં ઘેરાઈ ગયા હતા.


નરેશ કિરોડી લાલ મીણાના શિષ્ય હતા

નરેશ કિરોડી લાલ મીણાના શિષ્ય હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરેશ મીણાએ વર્ષ 2003માં પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેઓ રાજસ્થાન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘના જનરલ સેક્રેટરીની ચૂંટણી જીત્યા હતા. દરમિયાન નરેશ મીણા કિરોડીલાલ મીણાને મળ્યા અને તેમના શિષ્ય બની ગયા. કિરોડી લાલના સમર્થકો તેમને છોટા કિરોડી કહેવા લાગ્યા, કારણ કે નરેશ સામાજિક અંદોલનોમાં કિરોડી લાલ સાથે ખભા સાથે ખભો મળાવી ઉભા જોવા મળતા હતા.

વર્ષ 2017માં નરેશ મીણાએ કિરોડી લાલ મીણા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું એવું ઉદાહરણ આપ્યું કે બધા જોતા જ રહી ગયા. એક રેલીમાં તેણે પોતાનો અંગૂઠો કાપીને અને લોહીથી કરોડ લાલ મીણાને તિલક લગાવીને દેશને ચોંકાવી દીધા હતા, પરંતુ ત્યારબાદ બંને વચ્ચે સંઘર્ષ થયો હતો. વૈચારિક મતભેદોને કારણે બંને અલગ થઈ ગયા, કારણ કે નરેશ કોંગ્રેસના સમર્થક હતા અને કિરોડી લાલ મીણા ભાજપની વિચારધારાથી પ્રભાવિત હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top