રક્ષક જ ભક્ષક બનશે તો લોકો શું કરશે? પ્રિયાંશુ જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નીકળ્યો

રક્ષક જ ભક્ષક બનશે તો લોકો શું કરશે? પ્રિયાંશુ જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નીકળ્યો

11/14/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રક્ષક જ ભક્ષક બનશે તો લોકો શું કરશે? પ્રિયાંશુ જૈનની હત્યા કરનારો પોલીસકર્મી જ નીકળ્યો

Ahmedabad road rage: અમદાવાદના બોપલ વિસ્તારમાં MICAના વિદ્યાર્થીની હત્યા મામલે સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન (Priyanshu Jain)ની હત્યા કરનાર પોલીસકર્મી જ નીકળતા હાહકાર મચી ગયો છે. તપાસમાં ખુલાસો થયો હતો કે સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો વિરેન્દ્રસિંહ પઢેરિયાએ પ્રિયાંશુ જૈનની હત્યા કરી છે. ત્યારબાદ પંજાબના સંગરૂરથી આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવી છે.

હત્યારો પોલીસકર્મી છેલ્લા 15 દિવસથી માંદગીની રજા પર હતો. પ્રિયાંશુની હત્યા કર્યા બાદ પરિવારને ફરવા જઈ રહ્યો હોવાનું કહીને પંજાબ નીકળ્યો હતો. બ્લેક કલરની નંબર પ્લેટ વગરની હેરિયર કાર લઈને ફરાર થયો હતો. કાર  બદલીને મિત્રની કાર લઈને પંજાબ નીકળ્યો અને CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચ CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે પંજાબ પહોંચી હતી અને ત્યાંથી તેની ધરપકડ કરી હતી.


આરોપી પોલીસકર્મી અગાઉ ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યો છે

આરોપી પોલીસકર્મી અગાઉ ઘણી વખત વિવાદમાં આવી ચૂક્યો છે

નિર્દોષ પ્રિયાંશું જૈનની હત્યામાં સંડોવાયેલો પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા અગાઉ ઘણી વખત વિવાદમાં આવ્યો હતો. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો ત્યારે તેને કૉલ સેન્ટર કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની બદલી નારોલ પોલીસ સ્ટેશનમાં થઇ હતી. જ્યાં તેણે પોલીસ સ્ટાફ સાથે તેમજ અનેક લોકો સાથે નાના-મોટા ઝઘડા કર્યા હતા. થોડા મહિના અગાઉ જ તેની બદલી સરખેજ પોલીસ સ્ટેશનમાં થઇ હતી.

ઉલ્લેખનીય છે કે 23 વર્ષીય યુવક પ્રિયાંશુ જૈન રવિવારે રાત્રે બુલેટ પર પોતાના મિત્ર સાથે હૉસ્ટેલમાં પાછો જઇ રહ્યો હતો, ત્યારે બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરપાટઝડપે આવતી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહેતા કારચાલકે ઉશ્કેરાઇને છરીથી ઘા કરીને પ્રિયાંશુને લોહીલુહાણ કરી દીધો હતો. તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હૉસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થઇ ગયું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વિરેન્દ્રસિંહને દારૂ પીવાની ટેવ હોવાનું પણ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top