સુરતમાં આત્મહત્યાની 2 ઘટના, એકે પ્રેમ પ્રકરણ ઉઘાડું પડતા જીવન ટૂંકાવ્યું અને બીજાએ..

સુરતમાં આત્મહત્યાની 2 ઘટના, એકે પ્રેમ પ્રકરણ ઉઘાડું પડતા જીવન ટૂંકાવ્યું અને બીજાએ..

01/28/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં આત્મહત્યાની 2 ઘટના, એકે પ્રેમ પ્રકરણ ઉઘાડું પડતા જીવન ટૂંકાવ્યું અને બીજાએ..

Suicide Incidents in Surat: આત્મહત્યાની ઘટનાઓ વિશે આપણને મોટા ભાગે સંભાળવા મળી જતું હોય છે. અત્યારે તો લોકો નજીવા કારણે પણ આત્મહત્યા કરવા જેવડું મોટું પગલું ભરી લેતા હોય છે. આવી ઘટનાઓ વિશે જ્યારે સાંભળીયે કે પ્રત્યક્ષ રીતે જોઈએ તો એવું લાગે કે હવે લોકોમાં સહનશીલતા નામની વસ્તુ બચી જ નથી! સુરતમાં આત્મહત્યાની 2 ઘટના સામે આવી છે. તેમાં એક ઘટનામાં સગીરાએ પ્રેમ પ્રકરણ ઉઘાડું પડી જતા જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે બીજી ઘટનામાં માતાના ઠપકા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી.


સગીરાએ પ્રેમ પ્રકરણ ઉઘાડું પડતા જીવન ટૂંકાવ્યું

સગીરાએ પ્રેમ પ્રકરણ ઉઘાડું પડતા જીવન ટૂંકાવ્યું

મળતી માહિતી મુજબ, સચિનના ગભેણી ગામમાં રહેલા શ્રમિક પરિવારની પુત્રીએ ઝાડ સાથે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે. મૂળ મધ્ય પ્રદેશના ઝાબુઆના રહેવાસી બિલવાલ સચિનના ગભેણી ગામમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક-૩ પાસે ઝુંપડામાં રહે છે. તેના 3 સંતાનો છે, જેમાં 3 પુત્ર અને 1 પુત્રીનો સમાવેશ થયા છે. બિલવાલની 15 વર્ષીય મીલાબેન પોતાના પિતા સાથે કામ કરીને પરિવારનું જીવન ગુજરાન ચલાવવામાં મદદ કરતી હતી.

મીલાને તેની સાથે કામ કરતા યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. રવિવારે મિલા પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, આ દરમિયાન તેના ભાઈએ મીલાને પ્રેમી સાથે જોઈ કાઢી હતી. ભાઈને જોઈને મીલા ભાગવા લાગી હતી, આ દરમિયાન તે પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી અને ભાઈ પોતાની બહેનને પકડીને ઘરે લઇ ગયો હતો અને પ્રેમ પ્રકરણ અંગે પરિવારને જાણ કરી હતી. ત્યરબાદ પરિવારે મીલાને ઠપકો આપ્યો હતો, જેથી તેને માઠું લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી. સચિન GIDC પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.


માતાએ વિદ્યાર્થીએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું

માતાએ વિદ્યાર્થીએ ઠપકો આપતા જીવન ટૂંકાવ્યું

બીજી ઘટના સુરતના નવાગામ ડીંડોલીની છે. અહીં એક 13 વર્ષીય કિશોરે ઘરના રૂમમાં એંગલ સાથે ઓઢણી બાંધીને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની રોહિદાસ અત્યારે નવાગામ ડિંડોલીના કેશવનગરમાં પત્ની અને ૨ બાળકો સાથે રહેતો હતો. તે મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે તેની પત્ની આંગણવાળી વર્કર તરીકે કામ કરે છે.  

તેમનો 13 વર્ષીય પુત્ર સંકેત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં સાતમાં ધોરણમાં ભણતો હતો. સોમવારે બપોરે સંકેત શાળાએથી ઘરે આવ્યો ત્યારે મિત્રને ત્યાં નોટબુક લેવા જાઉં છું એવું બહેનને કહી ગયો હતો. આ દરમિયાન તેની માતા ઘરે આવી ત્યારે માતાએ પુત્રને અભ્યાસ કરવા માટે ઠપકો આપ્યો હતો અને મહિલાએ આ અંગે પતિને ફરિયાદ કરવા માટે ફોન હાથમાં લીધો હતો. તેને ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો જેને કારણે મોબાઈલ  પડી ગયો હતો, જેથી ડરી ગયેલા સંકેતે આત્મહત્યા કરી લીધી હતી. તેને નીચે ઉતારીને તાત્કાલિક હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top