Gujarat Weather Forecaste: રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય; હવામાન વિભાગે એક અઠવાડિયા સુધી ભારે વરસાદન

Gujarat Weather Forecaste: રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય; હવામાન વિભાગે એક અઠવાડિયા સુધી ભારે વરસાદની કરી આગાહી

07/04/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Weather Forecaste: રાજ્યમાં 3 સિસ્ટમ સક્રિય; હવામાન વિભાગે એક અઠવાડિયા સુધી ભારે વરસાદન

Gujarat Weather Forecaste: ગત 16 જૂનથી રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ માત્ર 17 જ દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને આવરી લીધુ છે. હવામાન વિભાગે  રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા એક અઠવાડિયા સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે. હાલ દક્ષિણ ગુજરાતમાં પર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના 9 જિલ્લામાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી, સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં જ્યારે દક્ષિણ ગુજરાત વલસાડ અને નવસારી જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા

બે દિવસ ભારેથી અતિભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને આવતીકાલે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા 75 ટકાથી વધુની રહેશે. આજે ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં 4.5 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 5 જુલાઇએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં 8 ઇંચ સુધીનો અતિભારે વરસાદ પડી શકે છે, તેમજ મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાના છુટાછવાયા વિસ્તારોમાં 4.5 ઇંચ સુધીના ભારે વરસાદ પાડવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગે સોમવારે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106 ટકાથી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેત છે.


24 કલાકમાં રાજ્યના 199 તાલુકાઓમાં વરસાદ

24 કલાકમાં રાજ્યના 199 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુરુવાર સાંજે છ વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 199 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરણા, સાબરકાંઠાના ઇડર અને બનાસકાંઠાના ધાનેરામાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top