રોકેટ બન્યા અદાણી ગ્રૃપની આ કંપનીના શેર, આ મોટા સમાચારોથી શેરોમાં આવી તેજી
અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં તોફાની તેજી આવી છે. કંપનીના શેર મંગળવારે 19 ટકાથી વધુની તેજી સાથે 1341.60 રૂપિયા પર પહોંચી ગયા છે. અદાણી ગ્રીન એનર્જી (Adani Green Energy)ના શેરોમાં આ તેજી એક મોટા સમચારોના કારણે આવી છે. અદાણી ગ્રીન એનર્જીએ 1.36 બિલિયન ડૉલર (11,300 કરોડ રૂપિયા કરતાં) વધુનું ફંડ એકત્ર કર્યું છે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં 45 ટકાની તેજી આવી છે.
અદાણી ગ્રીન એનર્જીએ 8 ઇન્ટરનેશનલ બેંકો પાસેથી 1.36 બિલિયન ડૉલર ભેગા કર્યા છે. કંપનીએ આ ફંડ કન્સ્ટ્રક્શન ફેસિલિટીના રૂપમાં ભેગા કર્યા છે. આ ફંડ ભેગું કર્યા બાદ કંપનીનું ટોટલ ફંડિંગ પુલ 3 બિલિયન ડૉલર થઈ ગયું છે. કંપનીએ જણાવ્યું છે કે ભેગા કરવામાં આવેલા ફંડનો ઉપયોગ ગુજરાતના ખાવડમાં 17GW રિન્યૂએબલ એનર્જી પાર્ક ડેવલપ કરવામાં કરવામાં આવશે. આ પાર્કની શરૂઆતી કેપિસિટી 2.2GWની હશે. લોન આપનારી બેંકોના કન્સોર્શિયમમાં BNP પારિબા, કો-ઓપરેટિવ રોબોબેન્ક UA, DBS બેન્ક, ઇન્ટેસા સેનપાઉલો, MUFG બેન્ક, સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિતોમો મિત્સુઈ બેન્કિંગ કો-ઓપરેશન સામેલ છે.
અદાણી ગ્રીન એનર્જીના શેરોમાં લગભગ દોઢ મહિનામાં 60 ટકાની તેજી આવી છે. અદાણી ગ્રીન એનર્જીના શેર 26 ઓક્ટોબર 2023ના રોજ 849.15 રૂપિયા પર હતા, જે 5 ડિસેમ્બર 2023ના રોજ 1341.60 રૂપિયા પર પહોંચી ગયા છે. અદાણી ગ્રીન એનર્જીના શેર અત્યારે પોતાના 52 વીક હાઈથી લગભગ 38 ટકા નીચે છે. કંપનીના શેરોનું 52 વીક હાઇ લેવલ 2185.30 રૂપિયા છે. તો અદાણી ગ્રીન એનર્જીના શેરોનું 52 વીક લો લેવલ 439.35 રૂપિયા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp