ગૌતમ અદાણીના બિઝનેસ પર ટાઇમ મેગેઝીનની મહોર, આ 8 કંપનીઓને ગણાવી દુનિયાની બેસ્ટ
વિશ્વની પ્રતિષ્ઠિત મેગેઝીન 'Time' એ ભારતના અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસને 'વર્લ્ડ બેસ્ટ'ની મહોર લગાવી દીધી છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપની 8 કંપનીઓને Time મેગેઝીનની 'વર્લ્ડની બેસ્ટ કંપનીઝ-2024 ((Time’s World’s Best Companies-2024 List)માં જગ્યા મળી છે. આ વખત ટાઇમ મેગેઝીનની આ યાદી સ્ટેટિસ્ટા સાથે મળીને તૈયાર કરી છે. ગ્લોબલ ઇન્ડસ્ટ્રી રેન્કિંગ પોર્ટલ Statista અને ટાઇમ મેગેઝીનની આ લિસ્ટમાં સામેલ કંપનીઓને 3 મુખ્ય માપદંડો પર તોલવામાં હતું. આ ત્રણ માપદંડો પર ખરા ઉતર્યા બાદ જ અદાણી ગ્રુપની 8 કંપનીઓને આ યાદીમાં સ્થાન મળ્યું છે.
અદાણી ગ્રુપ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ટાઇમ મેગેઝીનની આ લીસ્ટમાં તેમની તેની 'અદાણી એન્ટરપ્રાઇઝ', 'અદાણી પોર્ટ એન્ડ SEZ', 'અદાણી ગ્રીન એનર્જી', 'અદાણી એનર્જી સોલ્યૂશન્સ', 'અદાણી ટોટલ ગેસ', 'અંબુજા સિમેન્ટ', 'અદાણી પાવર' અને 'અદાણી વિલ્મર' સામેલ છે. અદાણી ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાઇમ મેગેઝીનની આ યાદીમાં સામેલ થવું સન્માનની વાત છે. એટલું જ નહીં, ટાઇમ મેગેઝીનનું આ મૂલ્યાંકન તેમની કંપનીઓ અને ગ્રુપના કોમ્પ્રેહેન્સિવ પ્રદર્શનની પુષ્ટિ કરે છે.
અદાણી ગ્રુપની કંપનીઓને કર્મચારીઓના સંતોષની બાબતે સારી હોવાનું જાણવા મળ્યું છે. આ માટે ટાઇમ મેગેઝીને વિશ્વના 50થી વધુ દેશોમાં કુલ 1,70,000 લોકો વચ્ચે એક સર્વે કર્યો હતો. તેમાં અદાણી ગ્રુપની કંપનીઓના કર્મચારીઓ પણ સામેલ હતા. અદાણી ગ્રુપની કંપનીઓ પણ આવક વૃદ્ધિના માપદંડમાં પણ ખરી ઉતરી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં એ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની આવક 2023માં 10 કરોડ ડૉલરથી વધુ રહી અને 2021 અને 2023 વચ્ચે વૃદ્ધિ નોંધાવી હતી. એટલું જ નહીં આ સર્વેનું ત્રીજું પ્રમાણ સસ્ટેનબિલિટી હતું અને આ આધારે પણ અદાણી ગ્રુપની કંપનીઓ વધુ સારી જોવા મળી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp