Ahmedabad Plane Crashe: વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટે એર ઈન્ડિયા વિમાન અકસ્માતની તપાસમાં લાવી દી

Ahmedabad Plane Crashe: વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટે એર ઈન્ડિયા વિમાન અકસ્માતની તપાસમાં લાવી દીધું નવું એંગલ

07/17/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Ahmedabad Plane Crashe: વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટે એર ઈન્ડિયા વિમાન અકસ્માતની તપાસમાં લાવી દી

Wall Street Journal Report on Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને થયેલા વિમાન દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે. એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે જે બધાને હેરાન કરી શકે છે. આ રિપોર્ટ ભારતનો નથી. ચાલો જાણીએ કે આખરે રિપોર્ટમાં એવું શું છે.


રિપોર્ટમાં શું છે?

રિપોર્ટમાં શું છે?

વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ન્યૂઝ એજન્સી રોઇટર્સના સંદર્ભે કહેવામાં આવ્યું છે કે, કોકપીટમાં 2 પાઇલટ્સ વચ્ચેની વાતચીતના રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે વિમાનના કેપ્ટને એન્જિનને ઇંધણ પુરવઠો નિયંત્રિત કરતી સ્વીચ બંધ કરી દીધી હતી.

આ અકસ્માતમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રિપોર્ટ અનુસાર, આ રેકોર્ડિંગ અમેરિકન અધિકારીઓની પ્રાથમિક તપાસ પર આધારિત છે, જેમાં અકસ્માત સંબંધિત પુરાવાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રેકોર્ડિંગમાં સાંભળવામાં આવ્યું હતું કે બોઇંગ 787 ડ્રીમલાઇનર ઉડાવી રહેલા ફર્સ્ટ ઓફિસરે કેપ્ટનને પૂછ્યું કે વિમાન ઉડાણ ભર્યા બાદ તેણે ફ્યૂલ કટઓફ સ્વીચ કેમ બંધ કરી દીધી. ફર્સ્ટ ઓફિસર તેનાથી હેરાન અને ગભરાયેલો લાગી રહ્યો હતો, જ્યારે કેપ્ટન શાંત નજરે પડ્યો.


એર ઇન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

એર ઇન્ડિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), બોઇંગ અને એર ઇન્ડિયા તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માતમાં સામેલ 2 પાઇલટ્સના નામ કેપ્ટન સુમિત સભરવાલ અને ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદર હતા. કેપ્ટન સભરવાલ પાસે 15,638 કલાક અને ફર્સ્ટ ઓફિસર કુંદર પાસે 3,403 કલાક ઉડાણનો અનુભવ હતો. ગયા અઠવાડિયે ભારતના એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB)એ એક પ્રાથમિક અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં કોકપીટમાં અકસ્માત અગાઉ ભ્રમની સ્થિતિ હોવાની વાત સામે આવી હતી. આ અહેવાલમાં એન્જિનના ફ્યૂલ કટઓફ સ્વીચની સ્થિતિ પર નવા સવાલ ઉભા થયા હતા.

આ દરમિયાન, એર ઇન્ડિયાએ બુધવારે જાહેરાત કરી કે તેણે તેના તમામ બોઇંગ 787-8 વિમાનના ફ્યૂલ કંટ્રોલ સ્વીચ (FCS)ના લોકિંગ મિકેનિઝ્મની તપાસ પૂર્ણ કરી લીધી છે. એરલાઇને પોતાના પાઇલટ્સને મોકલેલા સંદેશમાં જણાવ્યું હતું કે આ તપાસમાં કોઈ ખામી જોવા મળી નથી. એર ઇન્ડિયાએ કહ્યું કે, ‘અમારી એન્જિનિયરિંગ ટીમે ગયા સપ્તાહના અંતે તમામ બોઇંગ 787 વિમાનના ફ્યૂલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ કરી હતી. આ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને કોઈ સમસ્યા મળી નથી.’ આ તપાસ 14 જુલાઈના રોજ DGCA દ્વારા જાહેર કરાયેલા નિર્દેશો બાદ કરવામાં આવી હતી.


નવા ખુલાસાઓથી ઉભા કર્યા સવાલ

નવા ખુલાસાઓથી ઉભા કર્યા સવાલ

એર ઈન્ડિયાએ પણ પુષ્ટિ કરી છે કે તમામ બોઇંગ 787-8 વિમાનમાં થ્રોટલ કંટ્રોલ મોડ્યૂલ (TCM)ને બોઇંગના મેન્ટેનેન્સ શેડ્યૂલ મુજબ બદલવામાં આવ્યા છે. ફ્યૂલ કંટ્રોલ સ્વીચ TCMનો એક હિસ્સો છે. આ અકસ્માત અને તેની સાથે જોડાયેલા નવા ખુલાસાઓ ઉડ્ડયન સુરક્ષા અંગે ઘણા સવાલ ઉભા કરી રહ્યા છે. તપાસ હજુ પણ ચાલુ છે અને આ મામલે વધુ શું માહિતી સામે આવે છે તેના પર બધાની નજરો ટકી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top