T20 વર્લ્ડ કપ અગાઉ વેસ્ટ ઇન્ડીઝને ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે કરી સંન્યાસની જાહેરાત

T20 વર્લ્ડ કપ અગાઉ વેસ્ટ ઇન્ડીઝને ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે કરી સંન્યાસની જાહેરાત

07/17/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

T20 વર્લ્ડ કપ અગાઉ વેસ્ટ ઇન્ડીઝને ઝટકો, દિગ્ગજ ઓલરાઉન્ડરે કરી સંન્યાસની જાહેરાત

Andre Russell Announces Retirement From International Cricket: વેસ્ટ ઇન્ડીઝના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ઘરઆંગણે રમાનારી આગામી 5 મેચોની T20 શ્રેણીની પ્રથમ 2 મેચ ટીમ માટે તેની અંતિમ મેચ હશે. 37 વર્ષીય રસેલને 5 મેચની શ્રેણી માટે વિન્ડીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ શ્રેણીની પ્રથમ બે મેચ જમૈકાના સબીના પાર્ક ખાતે રમાશે, જે આ ઓલરાઉન્ડરનું હોમ ગ્રાઉન્ડ છે. તે પોતાના હોમ ગ્રાઉન્ડ પરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. વિન્ડીઝ ક્રિકેટે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના સંન્યાસના સમાચારની જાણકારી આપી છે.


આન્દ્રે રસેલે શું કહ્યું

આન્દ્રે રસેલે શું કહ્યું

આન્દ્રે રસેલે એક નિવેદનમાં કહ્યું કે, 'શબ્દોમાં વર્ણવી નહીં શકું કે તેનો શું અર્થ છે. વેસ્ટ ઇન્ડીઝનું પ્રતિનિધિત્વ કરવું મારા જીવનની સૌથી ગર્વની ઉપલબ્ધિમાંથી એક રહી છે. જ્યારે હું નાનો હતો, તો મને આ મુકામ સુધી પહોંચવાની અપેક્ષા નહોતી, પરંતુ જેમ-જેમ તમે રમવાનું શરૂ કરો છો અને રમતને પ્રેમ કરવા લાગો છો, ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમે શું હાંસલ કરી શકો છો. તેનાથી મને વધુ સારું બનવાની પ્રેરણા મળી, કારણ કે હું મરૂન રંગ (લિમિટેડ ઓવરના ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝની જર્સીનો રંગ)માં મારી છાપ છોડવા માગતો હતો અને અન્ય લોકો માટે પ્રેરણા બનવા માગતો હતો.

તેણે કહ્યું કે, મને વેસ્ટ ઇન્ડીઝ માટે રમવાનું ખૂબ પસંદ છે અને મને ઘરે પોતાના પરિવાર અને મિત્રો સામે રમવાનું પણ પસંદ છે, જ્યાં મને પોતાની પ્રતિભા બતાવવાની અને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળે. હું મારી આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત શાનદાર રીતે કરવા માગુ છું અને સાથે જ કેરેબિયન ક્રિકેટરોની આગામી પેઢી માટે એક આદર્શ બનવા માગુ છું.


રસેલની કેવી રહી ક્રિકેટ કારકિર્દી

રસેલની કેવી રહી ક્રિકેટ કારકિર્દી

રસેલ 2019થી વેસ્ટ ઇન્ડીઝ માટે માત્ર T20I રમી રહ્યો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ માટે 84 T20I મેચ રમી છે, જેમાં 22.00ની સરેરાશ અને 163.08ની સ્ટ્રાઈક રેટથી 1,078 રન બનાવ્યા છે.  T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, તેણે 3 અડધી સદી ફટકારી છે અને 71 રન તેનો શ્રેષ્ઠ સ્કોર છે. તેણે 30.59ની સરેરાશ અને 3/19ના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે 61 વિકેટ પણ લીધી છે.

તેના સંન્યાસની જાહેરાત એવા સમયે થઇ છે, જ્યારે આગામી ICC T20 વર્લ્ડ કપના લગભગ 7 મહિના બાકી  છે, જેની મેજબાની ભારત અને શ્રીલંકા ફેબ્રુઆરી 2026મા કરશે. રસેલ તાજેતરના સમયમાં વેસ્ટ ઇન્ડીઝ તરફથી બીજો હાઇ-પ્રોફાઇલ સંન્યાસ લેનાર છે. તાજેતરમાં, વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન નિકોલસ પૂરને 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

આન્દ્રે રસેલે તેની કારકિર્દીમાં વેસ્ટ ઇન્ડીઝ માટે માત્ર એક જ ટેસ્ટ રમી છે, જ્યારે તેણે 56 ODI રમી છે, જેમાં 27.21ની સરેરાશ અને130થી વધુની સ્ટ્રાઈક રેટથી 1,034 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી નોંધાવી છે. તેનો 92*નો હાઈએસ્ટ સ્કોર રહ્યો છે. ODIમાં, તેણે 31.84ની સરેરાશથી 70 વિકેટ લીધી છે, જેમાં તેનું શ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 4/35 છે. 37 વર્ષીય આ ખેલાડી 2012 અને 2016માં ICC T20 વર્લ્ડ કપ જીતનાર વેસ્ટ ઇન્ડીઝ ટીમનો ભાગ હતો.

રસેલ ઈન્ડિયન પ્રીમિયર લીગ સહિત વિશ્વભરની ઘણી T20 લીગમાં રમે છે. તેમણે વિવિધ T20 લીગની 561 મેચોમાં 26.39 ની સરેરાશ અને 168થી વધુની સ્ટ્રાઇક રેટથી 9,316 રન બનાવ્યા છે. આ દરમિયાન તેના નામે બે સદી અને 33 અડધી સદી છે, અને તેનો શ્રેષ્ઠ સ્કોર 121* છે. બોલર તરીકે તેણે 25.85ની સરેરાશથી 485 વિકેટ લીધી છે અને 5/15નું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top