અખિલેશે કહ્યું,, “BJP નેતાઓ માટે નો એન્ટ્રી! જો કોઈ ભાજપના નેતાની પેરવી કરશે, તો એને પણ કાઢી મૂ

અખિલેશે કહ્યું,, “BJP નેતાઓ માટે નો એન્ટ્રી! જો કોઈ ભાજપના નેતાની પેરવી કરશે, તો એને પણ કાઢી મૂકીશ!” BJP માટે મોટો સબક

07/24/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અખિલેશે કહ્યું,, “BJP નેતાઓ માટે નો એન્ટ્રી! જો કોઈ ભાજપના નેતાની પેરવી કરશે, તો એને પણ કાઢી મૂ

લોકસભાની ચૂંટણીઓ પછી અખિલેશ યાદવને નવું જોમ આવી ગયું છે. મોડી-યોગીની ડબલ એન્જીન સરકાર જ્યાં ઉત્તર પ્રદેશમાં ઠેર ઠેર છવાયેલી જોવા મળતી હતી, ત્યાં અચાનક લોકસભાની ચૂંટણીઓમાં ભાજપનો ધબડકો વળી ગયો હતો, અને અખિલેશ યાદવ ફરી મોટા ગજાના નેતા તરીકે ઉભરી આવ્યા. અખિલેશ પણ આ સફળતાને એન્કેશ કરી લેવાનો પાકો મૂડ બનાવીને બેઠા છે. ભાજપને ચૂંટણીઓમાં અયોધ્યા ખાતે જ ધૂળ ચટાડનાર તરીકે પ્રખ્યાત ફૈઝાબાદના સાંસદ અખિલેશને મળવા ગયા, એ પછી અખિલેશે ઉપર મુજબ વિશાન કર્યું હતું


BJP નેતાને ટિકિટ આપવાનું તો દૂર, મળવા ય રાજી નથી!

BJP નેતાને ટિકિટ આપવાનું તો દૂર, મળવા ય રાજી નથી!

BJP બીજા પક્ષોના નેતાઓને પોતાની પાર્ટીમાં તાણી લાવવા માટે સદા આતુર હોય છે. એનાથી સાવ સામા છેડાનું વલણ અખિલેશે દાખવ્યું હતું. ફૈઝાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ આ દિવસોમાં હંમેશા અખિલેશ યાદવની આસપાસ જોવા મળે છે. પાર્ટીની અંદર અને બહાર અચાનક તેમનું મહત્વ વધી ગયું છે. એક દિવસ અચાનક તે લખનૌમાં અખિલેશને મળવા આવ્યા. તેમણે ભાજપના કોઈ નેતાને સમાજવાદી પાર્ટીમાં લેવાનો આગ્રહ શરૂ કર્યો. અખિલેશે ઘણું સમજાવવા છતાં પણ અવધેશે પોતાનો આગ્રહ ચાલુ રાખ્યો. એ પછી અખિલેશે સાફ શબ્દોમાં જાહેર કરી દીધું કે હું એક્કેય ભાજપી નેતાને ટિકિટ નહિ આપું. જો સમાજવાદી પાર્ટીના કોઈ નેતા કે કાર્યકર એ માટે દબાણ કરશે તો હું એને ય સમાજવાદી પાર્ટીમાંથી તગેડી મૂકીશ, પણ ભાજપવાળાને તો ટિકિટ નહિ જ આપું!

અખિલેશ યાદવનું આ વલણ ભાજપના નેતાઓં માટે પણ એક સબક ગણી શકાય. ભાજપના નેતાઓને ભૂતકાળમાં પૂરતી બહુમતી મળી હોવા છતાં એમણે પક્ષના કાર્યકરોને કિનારે મૂકીને બહારથી આવેલા – એક સમયના કટ્ટર દુશ્મન નેતાઓને પણ ટિકિટ આપી હતી. જેના માથા પરિણામો પણ પાર્ટીએ છેલ્લી લોકસભામાં ભોગવી લીધા છે.


અખિલેશ યાદવનું પોતાનું ગણિત છે

અખિલેશ યાદવનું પોતાનું ગણિત છે

અહીં એ પણ નોંધવું જોઈએ કે અખિલેશ યાદવ પણ ‘નીતિ’ માટે નહિ, કિન્તુ ‘રાજનીતિ’ ખાતર જ આવું વલણ દાખવી રહ્યા છે. અખિલેશ ઈચ્છે છે કે યુપીના ગામડાઓ અને શેરીઓમાં આ વાત ફેલાઈ જાય કે ભાજપ હવે ડૂબતું જહાજ છે. નેતાઓમાં પક્ષ છોડવાની સ્પર્ધા ચાલી રહી છે પરંતુ તેઓ લોકોને ધ્યાનમાં લઈને પોતાના પક્ષનું સ્વાસ્થ્ય બગાડવા માંગતા નથી.

પક્ષપલટો કરનારા નેતાઓને કારણે તેમની પાર્ટીમાં કોઈ અરાજકતા ન થાય તેનું તેઓ ખાસ ધ્યાન રાખી રહ્યા છે. યુપીની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં અખિલેશ પર આવા આરોપો લગાવવામાં આવ્યા હતા. જેના કારણે તેમને ચૂંટણીમાં પણ નુકસાન થયું હતું. એટલા માટે આ વખતે તે કોઈ ભૂલનું પુનરાવર્તન કરવાના મૂડમાં નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top