સુપ્રીમ કોર્ટ સાથે જ આ હાઈકોર્ટ, અને હિન્દુ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાની નંબર

સુપ્રીમ કોર્ટ સાથે જ આ હાઈકોર્ટ, અને હિન્દુ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાની નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો

11/19/2024 National

SidhiKhabar

SidhiKhabar

સુપ્રીમ કોર્ટ સાથે જ આ હાઈકોર્ટ, અને હિન્દુ મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પાકિસ્તાની નંબર

Threat to bomb Supreme Court Allahabad High Court: સોમવારે મોડી રાત્રે પ્રયાગરાજ રેલવે સ્ટેશન, અલ્હાબાદ હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી શ્રી કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ અને ઇદગાહ કેસમાં વાદ દાખલ કરનાર વ્યક્તિ આશુતોષ પાંડેના વોટ્સએપ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આજે અલ્હાબાદ હાઈકોર્ટમાં શાદી ઈદગાહ કેસની સુનાવણી થવાની છે. આશુતોષ પાંડેને 6 વોઈસ મેસેજ મળ્યા છે.


આશુતોષ પાંડેને પણ વોટ્સએપ કોલ દ્વારા ધમકી અપાઈ

આશુતોષ પાંડેને પણ વોટ્સએપ કોલ દ્વારા ધમકી અપાઈ

ત્યારબાદ આશુતોષ પાંડેને પણ વોટ્સએપ કોલ દ્વારા ધમકી આપવામાં આવી હતી. આશુતોષ શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ કેસમાં પક્ષકાર છે. પાંડેને 4 થી 14 સેકન્ડના 6 વોઈસ મેસેજ મળ્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે, માત્ર હાઈકોર્ટ જ નહીં, તમારી સુપ્રીમ કોર્ટને પણ ઉડાવી દઈશું. અમે તમને 19 નવેમ્બરે જણાવીશું અને બોમ્બ ધમાકો કરીશું. હાઈકોર્ટમાં તને બોમ્બથી ઉડાવી દઈશું. ભારતના તમામ મોટા મંદિરોને બોમ્બથી ઉડાવી દઈશું. રાત્રે 2:30 વાગ્યે ફોન આવ્યા બાદ 3:૦૦ વાગ્યાની આસપાસ એક મેસેજ પણ આવ્યો જેમાં લખવામાં આવ્યું હતું કે 19 નવેમ્બરની સવારે પહેલા પ્રયાગરાજ સ્ટેશન અને પછી હાઈકોર્ટમાં ધડાકો કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top