મહારાષ્ટ્રની ચૂંટણી વચ્ચે ચોંકાવનારો અહેવાલ, મુંબઈમાં આટલા વર્ષો બાદ મુસ્લિમોની વસ્તી હિન્દુઓ કરતા વધી જશે
TISS survey report: મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. દરમિયાન ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સના અહેવાલે રાજ્યમાં હલચલ મચાવી દીધી છે. રિપોર્ટ અનુસાર, મુંબઈમાં બાંગ્લાદેશ અને રોહિંગ્યાઓની વસ્તી ઝડપથી વધી રહી છે, તેનાથી શહેરના સામાજિક અને આર્થિક માળખાને અસર થઈ શકે છે.
આ રિપોર્ટ અનુસાર 2051 સુધીમાં મુંબઈમાં હિન્દુઓની વસ્તી 51 ટકા ઘટી જશે. એનડીટીવીના અહેવાલ મુજબ, ટાટા સોશિયલ સાયન્સના અહેવાલમાં જણાવાયું છે કે કેટલાક રાજકીય પક્ષો વોટ બેંકની રાજનીતિ માટે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. ગેરકાયદેસર પ્રવાસી ફેક મતદાર ઓળખ કાર્ડ પણ મેળવી રહ્યા છે. એવામાં ચૂંટણી વચ્ચે આવા અહેવાલના કારણે ભાજપ મહાવિકાસ આઘાડી ગઠબંધન પર હુમલાવર થઇ શકે છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બાંગ્લાદેશ અને મ્યાંમારથી આવતા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સના કારણે મુંબઈમાં વસ્તી સતત વધી રહી છે. 1961માં મુંબઈમાં હિન્દુઓની વસ્તી 88 ટકા હતી, જે 2011માં ઘટીને 66 ટકા થઈ ગઈ. જ્યારે આ જ સમયગાળામાં મુસ્લિમ વસ્તી 8 ટકા હતી જે 2011માં વધીને 21 ટકા થઈ ગઈ હતી. રિપોર્ટ અનુસાર, 2051 સુધીમાં રાજધાનીમાં હિંદુ વસ્તીમાં 54 ટકાનો ઘટાડો થશે જ્યારે મુસ્લિમ વસ્તીમાં 30 ટકાનો વધારો થશે.
ટાટા સોશિયલ સાયન્સના અહેવાલ મુજબ મુંબઈમાં ગેરકાયદે ઝૂંપડપટ્ટીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. સરકાર પાસે તેનો ડેટા પણ નથી. રિપોર્ટ અનુસાર મુંબઈમાં મહિલાઓની હેરફેરમાં 50 ટકાનો વધારો થયો છે. ગેરકાયદેસર પ્રવાસીઓના કારણે મુંબઈના ઘણા વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ ઉભું થઈ ગયું છે.
તો આ અહેવાલને લઈને રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. NCP શરદ પવાર જૂથના નેતાએ કહ્યું કે તે ટાટાનો નથી, પરંતુ ભાજપ અને RSSનો અહેવાલ છે. જ્યારે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ કહ્યું કે ટાટાનો અધિકૃત અહેવાલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp