અનંત-રાધિકાના લગ્નમાં કિંજલ દવેએ પહેર્યું લાખોનું આઉટફિટ, ફેશન ડિઝાઇનરની જુબાનીએ જાણો તેની મેકિ

અનંત-રાધિકાના લગ્નમાં કિંજલ દવેએ પહેર્યું લાખોનું આઉટફિટ, ફેશન ડિઝાઇનરની જુબાનીએ જાણો તેની મેકિંગ અને કિંમત બાબતે

07/13/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અનંત-રાધિકાના લગ્નમાં કિંજલ દવેએ પહેર્યું લાખોનું આઉટફિટ, ફેશન ડિઝાઇનરની જુબાનીએ જાણો તેની મેકિ

દેશના જાણીતા અને સૌથી અમીર અંબાણી પરિવારના આંગણે શુભ અવસર આયોજિત કરવામાં આવ્યો હતો. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઇએ લગ્નના બંધનમાં બંધાઇ ગયા, જેમાં દેશ-વિદેશની જાણીતી હસ્તીઓ ભેગી થઇ હતી. આ લગ્ન અગાઉ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતની ગરબા ક્વીન કિંજલ દવેના ગીત પર આખા અંબાણી પરિવાર સાહિત તમામ સેલિબ્રિટી ઝૂમ્યા. આ પરફોર્મન્સમાં કિંજલ દવેએ ખાસ બનેલું આઉટફિટ પહેર્યું હતું, જેણે બધાનું ધ્યાન ખેચ્યું હતું.


કિંજલના આઉટફિટની કિંમત 1,90,000 રૂપિયા:

કિંજલના આઉટફિટની કિંમત 1,90,000 રૂપિયા:

અંબાણી પરિવારના ગરબામાં પરફોર્મ કરનારી કિંજલ દવેના આઉટફિટ ડીઝાઇન અને તૈયાર કરનાર ફેશન ડીઝાઇનર અન્નૂ પટેલે કહ્યું કે, કિંજલ દવેનું આઉટફિટ બનાવવામાં 16 કારીગરોને 22 દિવસ લાગ્યા. તેમાં ચણિયાનો ઘેરાવ 8-9 મીટરનો છે અને તેના પર વિન્ટેજ વર્ક કરવામાં આવ્યું છે. આ આઉટફિટની કિંમત 1,90,000 રૂપિયા છે. આ આઉટફિટની સૌથી ખાસ વાત એ છે કે તે ફરી આ આઉટફિટનું કોપી નહીં કરી શકે, જો કોઇ તેને બીજી વખત બનાવશે તો એ સિમિલર જ હોય શકે છે, પરંતુ એકદમ એવું નહીં હોય શકે.

View this post on Instagram

A post shared by Kinjal Dave (@thekinjaldave)


કિંજલ દવેએ વીડિયો પોસ્ટ કરીને ડીઝાઇનરનો માન્યો આભાર:

કિંજલ દવેએ વીડિયો પોસ્ટ કરીને ડીઝાઇનરનો માન્યો આભાર:

કિંજલ દવેએ અન્નૂ પટેલ દ્વારા ડીઝાઇન કરેલા આઉટફિટમાં વીડિયો શેર કર્યો અને લખ્યું મારી જિંદગીના દરેક ખાસ પળને ખાસ બનાવવા માટે @annupatelનો આભાર. મારા પોશાકને એટલા સુંદર બનાવવા અને હંમેશાં મને કંઇક ખાસ અને નવું આપવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારા માટે જે પણ ડીઝાઇન તૈયાર કરી છે એમારા દિલની ખૂબ નજીક છે. તમે મારી બધી અણમોલ પળોનો હિસ્સો રહ્યા છો. મારા બધા લૂક્સ પર એટલી મહેનત કરવા માટે અન્નૂ પટેલનો ખૂબ ખૂબ આભાર.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top