શું તમે કિડનીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છો? તો જાણો આ માહિતી જે કરશે તમને મદદ, કિડનીના રોગો ર

શું તમે કિડનીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છો? તો જાણો આ માહિતી જે કરશે તમને મદદ, કિડનીના રોગો રહેશે કોશો દુર.

08/15/2025 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

શું તમે કિડનીના સ્વાસ્થ્યને લઈને ચિંતામાં છો? તો જાણો આ માહિતી જે કરશે તમને મદદ, કિડનીના રોગો ર

આજ-કાલના સતત ભાગદોડવાળી આપણી જીવનશૈલી એ હદે ખરાબ થઈ ગઈ છે કે, બીમારીઓનું લીસ્ટ લાંબુ જ થતું જાય છે. માટે જો આપણે આ બીમારીઓથી બચવું હોય તો મોટો બદલાવ આપણી જીવનશૈલીમાં લાવો રહ્યો. જેનો ફાયદો આપણા શરીરના બધા અંગોને થવો રહ્યો.

આજકાલ લીવર અને કિડનીના રોગો સામાન્ય બની ગયા છે. કિડની વિશે વાત કરીએ તો તે આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તે લોહી પંપ કરે છે અને શરીરને સાફ કરે છે. જો કિડનીમાં નાની એવી પણ ખામી હોય તો તે તેનું કામ યોગ્ય રીતે કરી શકતી નથી. માટે ફક્ત ખોરાક જ નહીં સવારની આ 5 આદતો પણ કિડનીને સ્વસ્થ રાખશે. કિડનીના સારા સ્વસ્થ માટે આપણે આપણી કેટલીક આદતો બદલવી જ જોઈએ. બીમારી નજીક પણ નહીં આવે.

 


આ આદત કિડનીને રાખશે સ્વસ્થ

કિડની તેનું કામ યોગ્ય રીતે કરે તે માટે સવારે ઉઠ્યા પછી હૂંફાળું પાણી પીવાનું શરૂ કરો. આનાથી  શરીરમાંથી ઝેરી પદાર્થો સરળતાથી દૂર થશે.

વધુ પડતું મીઠું ન ખાવું

જો વધુ પડતું મીઠું ખાવામાં આવે તો તે કિડનીને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. નાસ્તામાં વધુ પડતું મીઠું ન ખાવાનો પ્રયાસ કરો. વધુ પડતું મીઠું ખાવાથી પેશાબમાંથી કેલ્શિયમ ઓછું થાય છે. અને તે  કિડનીમાં પથરીની સમસ્યાનું કારણ પણ બની શકે છે. ઉપરાંત તે બ્લડ પ્રેશર વધારે છે જે આપણી કિડની માટે સારું નથી.


યોગા અથવા વર્કઆઉટ

યોગા અથવા વર્કઆઉટ શરીરને ફિટ રાખવાની સાથે સાથે કિડની પણ સ્વસ્થ રાખે છે. સ્ટ્રેચિંગ તમારા શરીરને સક્રિય રાખશે. ઉપરાંત પરસેવા દ્વારા ઝેરી તત્વો બહાર આવશે. આનાથી કિડની પરનું દબાણ  ઓછું થશે.

હર્બલ ટી

આ ઉપરાંત સવારે ઉઠતાની સાથે જ ચા અને કોફીથી બચવું જોઈએ. જો હર્બલ ટી પીવામાં આવે તો આ કિડની માટે ખૂબ સ્વસ્થ રહેશે. ઉપરાંત વધુ પડતી ચા અને કોફી પીવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થઈ શકે છે જે કિડની પર દબાણ વધારે છે. માટે હર્બલ ટી નો ઉપયોગ કરો.


ચારથી પાંચ લિટર પાણી પીવો

કિડનીને સ્વસ્થ રાખવા માટે દરરોજ સવારના આહારમાં ફળોનો સમાવેશ કરવો જરૂરી છે. આનાથી કિડની સ્વસ્થ રહેશે જ પરંતુ આખા શરીરમાં જરૂરી પોષણની ઉણપ પણ પૂર્ણ થશે. કિડનીને સ્વસ્થ રાખવા માટે દિવસભર ચારથી પાંચ લિટર પાણી પીવું ખૂબ જરૂરી છે.

 

સીધી ખબર આપેલ માહિતીની પુષ્ટિ કરતુ નથી. જણાવેલ માહિતીઓ માત્ર ઉપયોગોને આધારિત છે.   


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top