‘બોર્ડર 2’ની રીલિઝ ડેટ આવી ગઈ સામે, 79માં સ્વતંત્રતા દિવસ પર ફર્સ્ટ પોસ્ટર આઉટ

‘બોર્ડર 2’ની રીલિઝ ડેટ આવી ગઈ સામે, 79માં સ્વતંત્રતા દિવસ પર ફર્સ્ટ પોસ્ટર આઉટ

08/15/2025 Glamour

SidhiKhabar

SidhiKhabar

‘બોર્ડર 2’ની રીલિઝ ડેટ આવી ગઈ સામે, 79માં સ્વતંત્રતા દિવસ પર ફર્સ્ટ પોસ્ટર આઉટ

દેઓલની ફિલ્મ બોર્ડર હિટ સાબિત થઈ હતી. હવે ઘણા વર્ષો બાદ, સની દેઓલ ‘બોર્ડર 2’ લઈને આવી રહ્યા છે. જ્યારથી તેમણે ફિલ્મની જાહેરાત કરી છે, ત્યારથી ચાહકો તેના અપડેટને લઈને ઉત્સાહિત હતા. આજે, આખો દેશ 79મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે ત્યારે15 ઓગસ્ટના ખાસ અવસર પર સની દેઓલે ચાહકોને ભેટ આપી છે. તેમણે ‘બોર્ડર 2’ની રિલીઝ ડેટ અને તેના પહેલા પોસ્ટરની જાહેરાત પણ કરી દીધી છે.


ખાસ છે પહેલું પોસ્ટર

ખાસ છે પહેલું પોસ્ટર

બોર્ડર 2’ના પોસ્ટરની વાત કરીએ તો, સની દેઓલ મિલીટરી ડ્રેસમાં સૌથી આગળ ઉભા છે અને દુશ્મનો સામે લડતા જોવા મળે છે. તેમનો ફાયર લુક જોવા મળી રહ્યો છે. સની દેઓલે ફર્સ્ટ પોસ્ટર શેર કરતા લખ્યું ‘હિન્દુસ્તાન માટે ફરી એક વખત લડીશું. બોર્ડર 2 સિનેમાઘરોમાં 22 જાન્યુઆરી 2026ના રોજ રીલિઝ થઈ રહી છે.’ ચાહકો સની દેઓલની પોસ્ટ પર ખૂબ કોમેન્ટ કરીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. એકે લખ્યું- ‘ફરી એકવાર તબાહી માટે તૈયાર રહો. અન્ય એક યુઝરે લખ્યું- હિન્દુસ્તાન જિંદાબાદ.


26 જાન્યુઆરીએ રીલિઝ થશે ફિલ્મ

26 જાન્યુઆરીએ રીલિઝ થશે ફિલ્મ

સની દેઓલે 15 ઓગસ્ટના ખાસ અવસર પર ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. આ ફિલ્મ 26 જાન્યુઆરીએ રીલિઝ થશે. ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને સની દેઓલ શૂટિંગને લઈને અપડેટ્સ શેર કરતા રહે છે. રીલિઝ ડેટ સામે આવ્યા બાદ, ચાહકો અત્યારથી જ 26 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.

View this post on Instagram

A post shared by Sunny Deol (@iamsunnydeol)

બોર્ડર 2ની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો, ફિલ્મમાં સની દેઓલ સાથે વરુણ ધવન, અહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ, મેધા રાણા, મોના સિંહ અને સોનમ બાજવા મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવતા જોવા મળશે. થોડા દિવસો અગાઉ ફિલ્મમાંથી વરુણ ધવનનો મૂછો સાથેનો ફર્સ્ટ લુક સામે આવ્યો હતો. જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top