ભારતના એવા ૨ પ્રધાનમંત્રી જેમણે નથી મળ્યું લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવવાનું સન્માન, જાણો કેમ?
આપણા ભારત દેશ માટે ગૌરવવંતો દિવસ એટલે ૧૫મી ઓગસ્ટનો દિવસ. આ દિવસે આપણા દેશના પ્રધાનમંત્રી લાલકિલ્લા પર ત્રિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રને સંબોધિત કરે છે. આ દિવસે, પંડિત જવાહરલાલ નેહરુએ દિલ્હીના લાલ કિલ્લા પર પહેલી વાર ત્રિરંગો ફરકાવ્યો હતો અને ભારત વિશ્વ મંચ પર એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું હતું. અને આ પરંપરા ૧૯૪૭થી જાળવી રખાઈ છે. પરંતુ આ ઇતિહાસમાં દેશના બે વડાપ્રધાન એવા પણ છે કે જેમણે ક્યારેય લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો અવસર નથી મળ્યો. જેમના પ્રખ્યાત નામ ગુલઝારીલાલ નંદા અને ચંદ્રશેખર છે.
શ્રી ગુલઝારીલાલ નંદાને બે વાર દેશના કાર્યકારી પ્રધાનમંત્રી બનવાની તક મળી હતી. પહેલી વાર પંડિત જવાહરલાલ નેહરુના મૃત્યુ પછી 27 મે 1964 ના રોજ અને બીજી વાર લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી 11 જાન્યુઆરી 1966 ના રોજ. અને બંને પ્રસંગે, તેમણે ફક્ત વચગાળાના સમયગાળા માટે જ આ પદ સંભાળ્યું હતું. તેમનો કાર્યકાળ બંને વખત ફક્ત થોડા અઠવાડિયા માટે રહ્યો હતો. પહેલી વખતનો કાર્યકાળ લગભગ 13 દિવસ અને બીજી વખત પણ લગભગ 13 દિવસ જ હતો. જો કે 15મી ઓગસ્ટ તેમના આ કાર્યકાળ દરમિયાન ન આવી, તેથી તેમને ક્યારેય લાલ કિલ્લા પર ત્રિરંગો ફરકાવવાની તક મળી નહીં.
શ્રી ચંદ્રશેખર ભારતના આઠમાં વડા પ્રધાન હતા. જેમણે 10 નવેમ્બર 1990 થી 2 જૂન 1991 સુધી દેશની કમાન સંભાળી હતી. તેમનો કાર્યકાળ 6 મહિનાથી થોડો વધુ સમય રહ્યો હતો. આ સમય દરમિયાન દેશમાં રાજકીય અસ્થિરતા હતી અને તેમની સરકાર કોંગ્રેસના ટેકાથી ચાલી રહી હતી. અને આ સરકાર લાંબો સમય ટકી શકી નહીં. જેથી 6 મહિનાની અંદર તેમણે વડા પ્રધાન પદ પરથી તેમણે રાજીનામું આપી દેવું પડ્યું. 15મી ઓગસ્ટ તેમના કાર્યકાળ દરમિયાન પણ ન આવી, જેના કારણે તેઓ લાલ કિલ્લા પણ ત્રિરંગો ફરકાવી શક્યા નહીં.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp