10 વર્ષમાં સુરક્ષિત હશે દરેક મહત્ત્વનું સ્થળ, PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ ‘સુદર્શન ચક્ર’ની ક

10 વર્ષમાં સુરક્ષિત હશે દરેક મહત્ત્વનું સ્થળ, PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ ‘સુદર્શન ચક્ર’ની કરી જાહેરાત

08/15/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

10 વર્ષમાં સુરક્ષિત હશે દરેક મહત્ત્વનું સ્થળ, PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા કવચ ‘સુદર્શન ચક્ર’ની ક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાલ કિલ્લા પરથી એક મોટી જાહેરાત કરી. તેમણે કહ્યું કે દેશના દરેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ભવિષ્યના ટેકનોલોજી આધારિત પડકારોનો સામનો કરવા માટે 2035 સુધીમાં ‘સુદર્શન ચક્ર’ નામનું રાષ્ટ્રીય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવશે.


આ મિશન ભગવાન કૃષ્ણથી પ્રેરિત

આ મિશન ભગવાન કૃષ્ણથી પ્રેરિત

આ મિશન પાછળની પ્રેરણાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘તે ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રથી પ્રેરિત છે. વડાપ્રધાને એ પણ સ્પષ્ટ કર્યું કે આ મિશન સાથે સંબંધિત સમગ્ર સંશોધન, વિકાસ અને ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે અને તે દેશના યુવાનોના હાથોથી તૈયાર કરવામાં આવશે.

તેમણે મહાભારતનું ઉદાહરણ આપ્યું અને જણાવ્યું કે કેવી રીતે શ્રી કૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી સૂર્યને ઢાંકીને દિવસને અંધકારમય બનાવી દીધો હતો, જેથી અર્જુન પોતાનું પ્રતિજ્ઞા પૂર્ણ કરી શક્યો હતો. તેવી જ રીતે, ભારતનું ‘સુદર્શન ચક્ર’ મિશન પણ દુશ્મનોના દરેક હુમલાને નિષ્ક્રિય કરવામાં અને તેમના કરતા અનેક ગણી વધુ શક્તિથી પલટવાર કરવામાં સક્ષમ બનશે.


જણાવ્યુ સુદર્શન ચક્ર શા માટે જરૂરી છે

જણાવ્યુ સુદર્શન ચક્ર શા માટે જરૂરી છે

તેમણે કહ્યું કે આ મિશન હેઠળ એક શક્તિશાળી હથિયાર પ્રણાલી વિકસાવવામાં આવશે, જે માત્ર દુશ્મનોના હુમલાઓને જ નહીં., પરંતુ તેમના પર નિર્ણાયક પ્રહાર પણ કરશે. પ્રધાનમંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે ‘સુદર્શન ચક્ર’ મિશન માટે જરૂરી તમામ સંશોધન, વિકાસ અને ઉત્પાદન કાર્ય દેશના યુવાનો અને વૈજ્ઞાનિકો દ્વારા જ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશન માટે કેટલાક મૂળભૂત સિદ્ધાંતો નક્કી કરવાની પણ વાત કરી, જેથી આગામી 10 વર્ષમાં તેને પૂરી પ્રખરતા સાથે આગળ ધપાવી શકાય. આ જાહેરાત ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને આત્મનિર્ભરતા તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘હવે દેશ સુદર્શન ચક્ર મિશન શરૂ કરશે. આ મિશન સુદર્શન ચક્ર એક પાવરફૂલ વેપાન સિસ્ટમ છે, દુશ્મનના હુમલાને ન્યુટરલાઇઝ તો કરશે જ, પરંતુ દુશ્મન પર અનેક ગણો વધુ પ્રહાર કરશે. અમે ભારતના મિશન સુદર્શન ચક્ર માટે કેટલીક મૂળભૂત બાબતો પણ નક્કી કરી છે. આગામી 10 વર્ષોમાં અમે તેને તીવ્રતા સાથે આગળ વધારવા માગીએ છીએ. આ સમગ્ર આધુનિક વ્યવસ્થા, તેનું સમગ્ર સંશોધન, વિકાસ, તેનું ઉત્પાદન આપણા દેશમાં થવું જોઈએ અને આપણા દેશના યુવાનો દ્વારા જ થાય, તેનું નિર્માણ આપણા દેશના યુવાનો દ્વારા જ થવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top