લાંબા વિરામ બાદ ગુજરાતમાં તબાહી લાવવા તૈયાર છે મેઘરાજા, સૌરાષ્ટ્રવાસી માટે તો હાઈએલર્ટ!, અંબાલા

લાંબા વિરામ બાદ ગુજરાતમાં તબાહી લાવવા તૈયાર છે મેઘરાજા, સૌરાષ્ટ્રવાસી માટે તો હાઈએલર્ટ!, અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી

08/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

લાંબા વિરામ બાદ ગુજરાતમાં તબાહી લાવવા તૈયાર છે મેઘરાજા, સૌરાષ્ટ્રવાસી માટે તો હાઈએલર્ટ!, અંબાલા

ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજા માં મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાત થી લઈને ઉત્તર ગુજરાત સુધી દરેક જીલ્લાઓમાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી ખેડૂતોમાં આનંદનો માહોલ સર્જાયો છે. ગામડાઓમાં ખેતી માટેની નવી આશાઓ જાગી છે. શહેરોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે

ઉપરાંત ગુજરાતમાં આવનારા દિવસોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન નિષણાંત અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં રાજ્યમાં અતિભારે વરસાદ પડશે. જેનાથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ, ખેતરોમાં પાણી ભરાવાથી પાકને નુકસાન અને શહેરોમાં જીવન અસ્તવ્યસ્ત થવાની સંપૂર્ણ શક્યતાઓ છે.


ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઉભું થશે

ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઉભું થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગંભીર ચેતવણી અનુસાર, બંગાળના ઉપસાગરમાંથી મોટુ નીચદબાણ સર્જાઈ રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે. આ આગાહી ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ચિંતાજનક છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વલસાડ, નવસારી, તાપી, ડાંગ અને સુરત જેવા વિસ્તારોમાં આગામી 48થી 72 કલાક ખુબ જ મહત્વના રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને ધોધમાર વરસાદ સાથે તોફાની વાતાવરણ ઉભું થઈ શકે છે.


નદી-નાળાઓમાં પુર આવવાની શકયતા

નદી-નાળાઓમાં પુર આવવાની શકયતા

સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ વરસાદની સ્થિતિ ગંભીર બની શકે છે. ખાસ કરીને અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને જામનગર જેવા વિસ્તારોમાં સતત વરસાદના કારણે નદી-નાળાઓમાં પુર આવવાની શકયતા છે. આ વખતે સૌરાષ્ટ્રમાં તબાહીની સ્થિતિ સર્જાઈ શકે છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.


ગુજરાત પર આગામી બે દિવસમાં અસર દેખાશે

ગુજરાત પર આગામી બે દિવસમાં અસર દેખાશે

અંબાલાલ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે બંગાળના ઉપસાગરમાં સર્જાતી સિસ્ટમની અસર ગુજરાત પર આગામી બે દિવસમાં દેખાવા લાગશે. તેથી રાજ્યના તંત્રોએ તાત્કાલિક તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. અંબાલાલ પટેલે લોકોને પણ સુરક્ષિત રહેવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આવા વરસાદ દરમિયાન જરૂરી બહાર ન નીકળવું અને ખાસ નદી નાળાના વિસ્તારમાં જવાનું ટાળવું ખૂબ જ આવશ્યક છે. જો કે હજુ સુધીમાં રાજ્યના કોઈ પણ વિસ્તારમાં કોઈ મોટી નુકસાનની ઘટના સામે આવી નથી. મનપા, તાલુકા અને જિલ્લા પ્રશાસન દ્વારા સંભવિત હાઈએલર્ટ મૂકવામાં આવ્યો છે અને નદી-નાળાંના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. આજે પડેલા વરસાદથી એક બાજુ શહેરના રહીશો ઠંડક અને તાજગીનો આનંદ માણી રહ્યાં છે, તો બીજી બાજુ ખેડૂતોના ચહેરા પર આશાની કિરણ દેખાઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top