આજે ઈદ પર બેન્કો ખુલ્લી રહેશે, RBI એ 31 માર્ચની રજા કેમ રદ કરી?
ઈદના અવસર પર સરકારી કચેરીઓ, શાળાઓ અને કૉલેજોની જેમ બેન્કો પણ બંધ રહે છે, પરંતુ આ વખતે એવું નથી. આજે એટલે કે 31 માર્ચે બેન્કો ખુલ્લી રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેન્કોમાં ઈદની રજા રદ કરી દીધી છે. આ ઉપરાંત, 1 એપ્રિલના રોજ બેન્કો પણ બંધ રહેશે. આ રીતે, 2 એપ્રિલથી સામાન્ય ગ્રાહકોને જ બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ થઇ થશે.
રિઝર્વ બેંકના હોલીડે કેલેન્ડરમાં દેશના મોટાભાગના ભાગોમાં 31 માર્ચે બેન્કો બંધ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. બાદમાં, સેન્ટ્રલ બેન્કે એક પ્રેસ રીલિઝ જાહેર કરીને બેંક રજા રદ કરવાની માહિતી આપી. RBIએ પ્રેસ રીલિઝ અને ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે 31 માર્ચ નાણાકીય વર્ષ 2024-25નો છેલ્લો દિવસ હોવાથી, બેન્ક કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે.
Annual Closing of Government Accounts – Transactions of Central / State Governments – Special Measures for the Current Financial Year (2024-25)https://t.co/98Abdt9aYv — ReserveBankOfIndia (@RBI) March 17, 2025
Annual Closing of Government Accounts – Transactions of Central / State Governments – Special Measures for the Current Financial Year (2024-25)https://t.co/98Abdt9aYv
RBIએ જણાવ્યું કે, 31 માર્ચે બેન્કોમાં સરકારી લેવડ-દેવડ થશે. બેન્કો માત્ર સરકારી લેવડ-દેવડ સંબંધિત કામકાજ માટે જ ખુલશે. આ દિવસે કોઈ સામાન્ય બેંકિંગ નહીં થાય. નાણાકીય વર્ષ પૂરું થવાને કારણે, ઈદ નિમિત્તે બેન્કોમાં કોઈ રજા રહેશે નહીં, પરંતુ 1 એપ્રિલે બેન્કો બંધ રહેશે. જોકે, હિમાચલ પ્રદેશ, મેઘાલય, મિઝોરમ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે બેન્કો ખુલવાની માહિતી સામે આવી છે.
આજે શેરબજારમાં કોઈ ટ્રેડિંગ નહીં થાય. ઈદ-ઉલ-ફિતરના અવસર પર એટલે કે 31 માર્ચે શેરબજાર બંધ રહેશે. BSE અને NSEના હોલીડે કેલેન્ડરમાં જણાવાયું છે કે 31 માર્ચ, 2025ના રોજ ઈદના અવસર પર બંને એક્સચેન્જ પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. કરન્સી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ બંધ રહેશે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના આગામી ટેરિફ રાઉન્ડને લઈને બજારમાં બેચેની અને ગભરાટનો માહોલ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp