'રાજનીતિ મારા માટે ફૂલ ટાઇમ જોબ નથી, હું...', ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મોટું નિવેદન
પોતાના નીડર અંદાજ અને વિચારોને લઈને હંમેશાં અગ્રેસર રહેનારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાને લઇને મોટું નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યૂમાં યોગીએ કહ્યું હતું કે, રાજનીતિ તેમના માટે 'ફુલ ટાઈમ જોબ' નથી, અને તેઓ વાસ્તવમાં એક યોગી છે. તેમણે મુસ્લિમોને સ્પષ્ટ સંદેશ પણ આપતા કહ્યું કે, તમને રાજ્યના વિકાસમાં ઉચિત હિસ્સો મળશે, પરંતુ તમે માત્ર એટલે વિશેષ છૂટની અપેક્ષા ન રાખશો કે તમે લઘુમતી છો. તેનો મતલબ સ્પષ્ટ છે કે તમે રસ્તાઓ પર નમાઝ નહીં વાંચી શકો, કેવા કોઈપણ ગેરકાયદેસર ગતિવિધિ નહીં કરી શકો, અને જો તમે આમ કરી શકો છો, તો 'બુલડોઝર ન્યાય'નો સામનો કરવા તૈયાર રહો.
યોગીએ એક ન્યૂઝ એજન્સી સાથેના ખાસ ઇન્ટરવ્યૂ દરમિયાન વક્ફ (સંશોધન) બિલને લઇને પણ વાત કરી અને તેના ટીકાકારો પર ઉગ્ર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, વક્ફ બોર્ડ સ્વાર્થી હિતો સાથે સાથે 'લૂટં'નો અડ્ડો બની ગયા છે અને મુસ્લિમોના કલ્યાણ માટે ખૂબ ઓછું કામ કર્યું છે. એક સવાલના જવાબમાં આદિત્યનાથે કહ્યું કે, 'રાજનીતિ મારા માટે 'ફુલ ટાઈમ જોબ' નથી. આ સમયે હું અહીં કામ કરી રહ્યો છું, પરંતુ વાસ્તવમાં હું તો એક યોગી છું.' રાજનીતિમાં ક્યાં સુધા રહેવાની યોજના છે એમ પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, 'તેની પણ એક સમયસીમા હશે.'
ભાજપના ફાયર બ્રાન્ડ નેતાએ કહ્યું કે, તેમનું પ્રાથમિક કામ ઉત્તર પ્રદેશના લોકોની સેવા કરવાનું છે, જે તેમની પાર્ટીએ તેમને સોંપ્યું છે. 'હું ઉત્તર પ્રદેશનો મુખ્યમંત્રી છું અને પાર્ટીએ મને રાજ્યના લોકોની સેવા કરવા માટે અહીં રાખ્યો છે.' તેમણે મુસ્લિમો વિરુદ્વ ભેદભાવને લઇને કરવામાં આવતી નિંદાઓને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે, રાજ્યની વસ્તીમાં મુસ્લિમોની સંખ્યા 20 ટકા છે, પરંતુ સરકારી કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓમાં તેમનો હિસ્સેદારી 35-40 ટકા છે. તેઓ ન તો ભેદભાવમાં વિશ્વાસ રાખે છે અને ન તો તુષ્ટિકરણમાં.
યોગીએ હિંદુ મંદિરો અને મઠો દ્વારા શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રો માટે કરવામાં આવેલા દાનનું ઉદાહરણ આપતા સવાલ કર્યો કે, શું અનેક ગણી વધુ સંપત્તિ હોવા છતા કોઇ વકફ બોર્ડે આ પ્રકારના કલ્યાણકારી કાર્યો કર્યા છે? આ અંગત સ્વાર્થના અડ્ડા બની ગયા છે. આ થોડાક લોકો માટે લૂંટ અને ઉચાપતનો અડ્ડો બની ગયા છે. આ (વક્ફ) કોઈ પણ સરકારી સંપત્તિ પર બળજબરીથી કબજો કરવાનું એક માધ્યમ બની ગયું છે અને તેમાં સુધારો આ સમયની માગ છે અને દરેક સુધારનો વિરોધ થાય છે. દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે આપણે તેના માટે તૈયાર રહેવું જોઈએ અને મને લાગે છે કે, તેનો લાભ મુસ્લિમ સમાજને પણ થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp