ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, NSA ડિરેક્ટરને ઊભા ઊભા જ કરી દીધા બરતરફ; જાણો તેમનો શું હતો વાંક

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, NSA ડિરેક્ટરને ઊભા ઊભા જ કરી દીધા બરતરફ; જાણો તેમનો શું હતો વાંક

04/05/2025 World

SidhiKhabar

SidhiKhabar

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય, NSA ડિરેક્ટરને ઊભા ઊભા જ કરી દીધા બરતરફ; જાણો તેમનો શું હતો વાંક

Trump fires NSA Director: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક એવો નિર્ણય લીધો છે જેણે માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ વૈશ્વિક રાજકારણમાં પણ હલચલ મચાવી દીધી છે. આ વખતે તેમણે નેશનલ સિક્યુરિટી એજન્સી (NSA)ના ડિરેક્ટર અને ફોર સ્ટાર જનરલ ટિમોથી હોગને બરતરફ કર્યા છે. આ કાર્યવાહી લૌરા લૂમર નામના દક્ષિણપંથી કાર્યકર્તાના અનુરોધ બાદ તરત જ આવી છે, જેમાં તેમણે ટ્રમ્પના એજન્ડાને અનુરૂપ ન હોય તેવા અધિકારીઓને દૂર કરવાની માગ કરી હતી. આ ઘટના દર્શાવે છે કે ટ્રમ્પ વફાદારીને યોગ્યતાથી ઉપર મૂકી રહ્યા છે અને સત્તામાં રહીને તેઓ તેમના ટીકાકારોને કોઈપણ કિંમતે સહન નહીં કરે.


ટિમોથી હોગને સાયબર અને ઈન્ટેલિજન્સ જગતમાં 33 વર્ષનો અનુભવ

ટિમોથી હોગને સાયબર અને ઈન્ટેલિજન્સ જગતમાં 33 વર્ષનો અનુભવ

જનરલ ટિમોથી હોગને સાયબર અને ઈન્ટેલિજન્સ જગતમાં 33 વર્ષનો અનુભવ હતો. તેઓ ટ્રમ્પના ટીકાકાર રહ્યા છે અને કદાચ તેમને ભૂતપૂર્વ જનરલ માર્ક મિલીના નજીકના માનવામાં આવતા હતા. તેમની બરતરફી માટે કોઈ ઔપચારિક કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ, તેની પાછળ લૌરા લૂમર જેવા બહ્ય લોકોનો પ્રભાવ દેખાય છે. તે અત્યંત ચિંતાજનક છે કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા જેવી સંવેદનશીલ સંસ્થાઓમાં નિર્ણયો રાજકીય વફાદારીના આધારે લેવામાં આવે છે. વધુમાં, હોગના ડેપ્યુટી, વેન્ડી નોબલને પણ તેમના પદ પરથી દૂર કરી દેવામાં આવ્યા હતા. ટ્રમ્પના નજીકના લોકો માને છે કે, જે અધિકારીઓ તેમની વિચારધારાને વફાદાર નથી તેઓ અમેરિકાની મહાનતાના માર્ગે અવરોધ છે.


લૂમરનો હસ્તક્ષેપ

લૂમરનો હસ્તક્ષેપ

લૌરા લૂમર, જે કટ્ટર દક્ષિણપંથી ગણાય છે. આ નિર્ણયમાં તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. તેઓ તાજેતરમાં ટ્રમ્પને મળ્યા હતા અને NSA અને NSSમાં રહેલા અવિશ્વાસુ અધિકારીઓને દૂર કરવાની માગ કરી હતી. તેમનું માનવું છે કે, જનરલ હોગ ભૂતપૂર્વ વહીવટીતંત્રની વિચારધારાના પ્રતિનિધિ છે અને ટ્રમ્પના “મેક અમેરિકા ગ્રેટ અગેઈન” અભિયાનમાં અવરોધરૂપ છે. ટ્રમ્પનું આ પગલું એ વાતનો સંકેત છે કે તેઓ પોતાના કાર્યકાળમાં એવા લોકોને સ્થાન નહીં આપે, જેમના પર તેઓ વિશ્વાસ કરતા નથી, પછી ભલે તેમની યોગ્યતા અને અનુભવ ગમે તેટલો હોય.


રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ કે માત્ર ખર્ચમાં ઘટાડો?

રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ કે માત્ર ખર્ચમાં ઘટાડો?

બીજું મહત્ત્વનું એંગલ સિગ્નલ-ગેટ વિવાદ સાથે સંબંધિત છે. સિગ્નલ એપ પર યમનમાં હુતિ હુમલાઓના સંબંધિત સંવેદનશીલ માહિતી લીક કરવામાં આવી હતી. જો કે જનરલ હોગની આમાં કોઈ સીધી સંડોવણી નહોતી, તેમ છતા આ ઘટનાએ NSA અને NSSમાં વિશ્વાસનું સંકટ ઊભું કર્યું. આ ઉપરાંત, આ નિર્ણય સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE) હેઠળ ખર્ચ ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે સરકારી કર્મચારીઓની છટણીનો એક ભાગ પણ હોઈ શકે છે. જો કે, નિષ્ણાતો માને છે કે આ માત્ર ખર્ચનો મામલો નથી, પરંતુ ટ્રમ્પ દ્વારા એક મોટી રાજકીય સફાઇ પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં તેઓ ફક્ત એ લોકોને જ પ્રશાસનમાં રાખવા માગે છે જેઓ તેમના પ્રત્યે સંપૂર્ણ વફાદાર હોય.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top