'...તો જલિયાવાલા બાગ થઇ જશે', વક્ફ બિલનો વિરોધ કરી રહેલા લોકો પર સંજય નિરુપમનું વિવાદાસ્પદ નિવે

'...તો જલિયાવાલા બાગ થઇ જશે', વક્ફ બિલનો વિરોધ કરી રહેલા લોકો પર સંજય નિરુપમનું વિવાદાસ્પદ નિવેદન; જુઓ વીડિયો

04/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

'...તો જલિયાવાલા બાગ થઇ જશે', વક્ફ બિલનો વિરોધ કરી રહેલા લોકો પર સંજય નિરુપમનું વિવાદાસ્પદ નિવે

વક્ફ સંશોધન બિલ લોકસભા અને રાજ્યસભામાં બંને જ ગૃહોમાં લાંબી ચર્ચા અને બહેસ બાદ પાસ થઈ ગયું છે, જેને લઈને દેશમાં ગરમાવો વધી ગયો છે. સત્તા પક્ષે આ બિલનું સ્વાગત કર્યું છે, તો વિપક્ષ મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસના એક સાંસદ મોહમ્મદ જાવેદ અને AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું છે. બંને ગૃહોમાં બિલ પાસ થયા બાદ તેના વિરોધમાં અને પક્ષમાં નિવેદનો આવી રહ્યા છે. આ સાથે જ જે પાર્ટીઓએ વક્ફ બિલનું સમર્થન કર્યું છે, એ પાર્ટીના મુસ્લિમ નેતાઓ રાજીનામું પણ આપી રહ્યા છે. એવામાં શિવસેનાના નેતા સંજય નિરૂપમનું વિવાદાસ્પદ નિવેદદાન સામે આવ્યું છે.


સંજય નિરૂપમે શું કહ્યું?

સંજય નિરૂપમે શું કહ્યું?

શિવસેના એકનાથ શિંદે જૂથના નેતા સંજય નિરુપમે વક્ફ બિલનો વિરોધ કરી રહેલા મુસ્લિમોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે, "જો કોઈ તેનો વિરોધ કરશે તો જલિયાવાલા બાગ થઇ જશે. જે લોકો આ કાયદા (વક્ફ બિલ)નો વિરોધ કરશે, શાહીન બાગ બનાવવાનો પ્રયાસ કરશે, તે ન ભૂલે કે ગમે ત્યારે તેમનો જલિયાવાલા બાગ પણ થઇ જશે. એટલે સાવચેત રહો અને જે કાયદા બન્યા છે તેનું સન્માન કરો, અમે તમારી સાથે અન્યાય ન થાય તે માટે વ્યવસ્થા કરીશું."

આ અગાઉ સંજય નિરુપમે કહ્યું હતું કે, શિવસેનાના UBT સાંસદોએ સંસદના બંને ગૃહોમાં વક્ફ બોર્ડ સંશોધન બિલનો સખત વિરોધ કર્યો હતો. નિરુપમે દાવો કર્યો હતો કે ઉદ્ધવ ઠાકરેએ તેમના સાંસદોને બોલાવ્યા અને તેમને આ બિલની વિરૂદ્ધ મતદાન કરવા સૂચના આપી. મુસ્લિમ મતો અને આર્થિક દબાણને કારણે સાંસદોએ તેમની ઈચ્છા વિરુદ્ધ મતદાન કરવું પડ્યું.


શું હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ?

શું હતો જલિયાવાલા બાગ હત્યાકાંડ?

13 એપ્રિલ, 1919ના રોજ દેશમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, જેમાં પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસે જલિયાવાલા બાગમાં બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ એડવર્ડ ડાયરના આદેશ પર બર્બર અંગ્રેજોએ હજારો નિઃશસ્ત્ર લોકો પર ગોળીબાર કર્યો હતો. સંજય નિરુપમે શાહીન બાગનો પણ ઉલ્લેખ કર્યો હતો. હકીકતમાં, CAA-NRCના સમયે, દિલ્હીના શાહીન બાગમાં મુસ્લિમ સમુદાય દ્વારા એક મોટું આંદોલન કરવામાં આવ્યું હતું. દેશમાં જ નહીં વિદેશમાં પણ તેની ચર્ચા થઈ હતી. જ્યારે સંજય નિરુપમને પૂછવામાં આવ્યું કે શું વક્ફ બિલનો વિરોધ શાહીન બાગ જેવો હશે તો તેમણે કહ્યું કે જો શાહીન બાગ હશે તો જલિયાવાલા બાગ પણ થઇ જશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top