Tataની વધુ એક કંપની લાવી રહી છે IPO, 15000 કરોડની સાઇઝ હશે
04/05/2025
Business
Tata Capital IPO: મીઠાથી લઇને સોફ્ટવેર પ્રોવાઈડર ટાટા ગ્રુપ વધુ કંપનીનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ IPOની સાઇઝ 15000 કરોડ રૂપિયાથી વધુ રહેવાનું છે. આ ટાટા કંપનીએ SEBIને દસ્તાવેજો સબમિટ કર્યા છે. ટાટાની આ કંપની ટાટા કેપિટલ છે, જે નાણાકીય સેવાઓ પૂરી પાડે છે. બિઝનેસ ટુડેમાં પ્રકાશિત મની કંટ્રોલના અહેવાલ મુજબ, ટાટા સન્સની નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ સર્વિસ ફર્મ અને સબસિડિયરી ફર્મે માર્કેટ રેગ્યુલેટર SEBIને ગોપનીય પ્રી-ફાઇલિંગ રૂટ દ્વારા પેપર સબમિટ કર્યા છે.
IPOના માધ્યમથી કેટલા શેર જાહેર કરવામાં આવશે?
25 ફેબ્રુઆરીએ ટાટા કેપિટલના બોર્ડે IPO પ્લાનને મંજૂરી આપી હતી. આ IPO દ્વારા ફ્રેશ ઈશ્યૂના માધ્યમથી 23 કરોડ શેર ઈશ્યૂ કરવામાં આવશે. ઓફર ફોર સેલમાં હાલના શેરધારકો દ્વારા ઈક્વિટી જાહેર કરવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, IPO શેર બજારની સ્થિતિ અને નિયમનકારી મંજૂરીના આધારે IPO જાહેર કરવામાં આવશે. IPO લાવવાની કોઇ તારીખ સ્પષ્ટ નથી.
ટાટા કેપિટલમાં આ કંપનીઓનો હિસ્સો
31 માર્ચ સુધીમાં, ટાટા સન્સ પાસે ટાટા કેપિટલ લિમિટેડમાં 92.83 ટકા શેરહોલ્ડિંગ હતું. ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ અને IFC પણ તેમાં હિસ્સો ધરાવે છે. આ અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે, ટાટા કેપિટલ ગોપનીય પ્રી-ફાઈલિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને એપ્રિલની શરૂઆતમાં પેપર્સને અંતિમ સ્વરૂપ આપશે અને સબમિટ કરી દેશે.
IPO માટે આ બેન્કોની મદદ લીધી
કંપનીએ IPOની તૈયારીઓમાં સલાહકાર સહાય માટે કોટક મહિન્દ્રા કેપિટલ, સિટી, જેપી મોર્ગન, એક્સિસ કેપિટલ, ICICI સિક્યોરિટીઝ, SBC સિક્યોરિટીઝ, IIFL કેપિટલ, BNP પરિબાસ, SBI કેપિટલ અને HDFC બેંક સહિત 10 ઇન્વેસ્ટમેન્ટ બેન્કોની સેવાઓ લીધી છે.
ટાટાનો આ IPO શા માટે આવી રહ્યો છે?
ટાટા ગ્રુપ દ્વારા લેવાયેલો આ નિર્ણય RBIના એ નિર્દેશને અનુરૂપ છે, જેમાં ટોચની NBFCsને અધિસૂચનાના 3 વર્ષની અંદર સાર્વજનિક થવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, જે સપ્ટેમ્બર 2025 સુધીમાં નિર્ધારિત છે. Tata Capital Financial Services, જે હવે જાન્યુઆરી 2024 સુધીમાં Tata Capital સાથે મર્જ થઈ ગઈ છે, તેને રેગ્યુલેટરી લિસ્ટમાં સામેલ કરવામાં આવી છે.
આ સિવાય, જૂન 2024માં, ટાટા મોટર્સ લિમિટેડ (TML), ટાટા કેપિટલ લિમિટેડ (TCL) અને ટાટા મોટર્સ ફાઇનાન્સ લિમિટેડ (TMFL)ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે NCLT એરેન્જમેન્ટ સ્કીમના માધ્યમથી TCL ને TMFL સાથે મર્જ કરવાની મંજૂરી આપી છે. મર્જર કરારના ભાગરૂપે, TCL પોતાના ઇક્વિટી શેર TMFL શેરધારકોને ઇશ્યૂ કરશે, TMLને સંયુક્ત એન્ટિટીમાં 4.7 ટકા હિસ્સો આપશે.
ક્રિસિલ રેટિંગ્સ રિપોર્ટ શું કહે છે?
ક્રિસિલ રેટિંગ્સ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ટાટા સન્સે છેલ્લા 5 નાણાકીય વર્ષમાં ટાટા કેપિટલ લિમિટેડમાં કુલ 6,097 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાં નાણાકીય વર્ષ 2019માં 2,500 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 2020માં 1,000 કરોડ રૂપિયા, નાણાકીય વર્ષ 2023માં 594 કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2024માં 2,003 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે, જે લોન વ્યવસાય પર ગ્રુપના વધતા ફોકસને દર્શાવે છે. આ નિર્ણયથી ટાટા કેપિટલ, ટાટા પ્લે, ઓયો, સ્વિગી, વિશાલ મેગા માર્ટ, ક્રેડિલા ફાઇનાન્શિયલ સર્વિસિસ, ઇન્દિરા IVF અને ફિઝિક્સવાલા પછી ગોપનીય પ્રી-ફાઇલિંગ માર્ગને પસંદ કરવા માટે આઠમી મોટી ભારતીય કંપની બની છે.
(નોંધ- સીધી ખબર કોઈપણ પ્રકારના રોકાણની સલાહ આપતી નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ ચોક્કસ લો.)
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp