કોલંબોમાં PM મોદીના ભવ્ય સ્વાગતથી ચીનની વધશે બેચેની, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આ રીતે આપી સરપ્રાઈઝ

કોલંબોમાં PM મોદીના ભવ્ય સ્વાગતથી ચીનની વધશે બેચેની, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આ રીતે આપી સરપ્રાઈઝ

04/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કોલંબોમાં PM મોદીના ભવ્ય સ્વાગતથી ચીનની વધશે બેચેની, શ્રીલંકાના રાષ્ટ્રપતિએ આ રીતે આપી સરપ્રાઈઝ

PM મોદી શુક્રવારે સાંજે જ શ્રીલંકા પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેએ વડાપ્રધાન મોદીને મોટી સરપ્રાઈઝ આપી છે. રાષ્ટ્રપતિએ શનિવારે કોલંબોમાં ઇન્ડિપેન્ડેન્સ સ્ક્વેર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિશેષ ઔપચારિક સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે શ્રીલંકાએ કોઈ મહેમાનનું આ રીતે સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીની આવી મહેમાનગતિ જોઈને ચીનની બેચેની નિશ્ચિત વધશે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે વડાપ્રધાન મોદી પહોંચતા જ તેમના સ્વાગત માટે પોતાના ટોપ-5 કેબિનેટ મંત્રીઓને એરપોર્ટ પર મોકલ્યા અને પછી વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવા માટે પોતે ઇન્ડિપેન્ડેન્સ સ્ક્વેર પહોંચ્યા. પોતે રાષ્ટ્રપતિ અનુરા કુમારાએ ઇન્ડિપેન્ડેન્સ  સ્ક્વેર પર પોતે વડાપ્રધાન મોદીને રીસિવ કર્યા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું. PM મોદી થાઈલેન્ડમાં BIMSTECમાં ભાગ લીધા બાદ 3 દિવસની મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા છે.


એરપોર્ટ પર રિસીવ કરવા રાષ્ટ્રપતિએ પોતાના 5 મંત્રીઓને મોકલ્યા

એરપોર્ટ પર રિસીવ કરવા રાષ્ટ્રપતિએ પોતાના 5 મંત્રીઓને મોકલ્યા

તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય સ્વાગતનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકો છો કે શ્રીલંકાના રાષ્ટ્રપતિએ શુક્રવારે એરપોર્ટ પર તેમના 5 મંત્રીઓને એકસાથે મોકલ્યા હતા. વડાપ્રધાન મોદી શ્રીલંકા સાથેના સમગ્ર દ્વિપક્ષીય સંબંધો (ખાસ કરીને ઉર્જા, વેપાર, 'કનેક્ટિવિટી', ડિજિટલાઇઝેશન અને સંરક્ષણના ક્ષેત્રોમાં)ને વધુ મજબૂત બનાવવાની શક્યતાઓ શોધવા માટે શ્રીલંકાની ત્રણ દિવસની મુલાકાતે છે. વડાપ્રધાન મોદીનું વિશેષ સ્વાગત કરવા માટે એરપોર્ટ પર વિદેશ મંત્રી વિજિતા હેરાથ, સ્વાસ્થ્ય મંત્રી નલિંદા જયતિસ્સા અને મત્સ્યોદ્યોગ મંત્રી રામલિંગમ ચંદ્રશેખર સહિત શ્રીલંકાના 5 ટોચના મંત્રીઓ હાજર રહ્યા હતા.


શ્રીલંકા સાથે 10 ક્ષેત્રોમાં સર્વસંમતિ સાધવામાં આવી શકે છે

શ્રીલંકા સાથે 10 ક્ષેત્રોમાં સર્વસંમતિ સાધવામાં આવી શકે છે

વડાપ્રધાન મોદી શનિવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે સાથે વિસ્તૃત વાતચીત કરશે. બેઠક બાદ, ભારત અને શ્રીલંકા સંરક્ષણ, ઉર્જા સુરક્ષા અને ડિજિટલાઇઝેશનના ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપવા સહિત લગભગ 10 ક્ષેત્રો પર સહમત થવાની અપેક્ષા છે. વડા પ્રધાન મોદીએ ગુરુવારે બે દેશોની મુલાકાતે જતા પહેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારી પાસે જોઇન્ટ ફ્યૂચર માટે ભાગીદારીને પ્રોત્સાહિત કરવા'ના સંયુક્ત વિઝન પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવાની અને અમારા સહિયારા ઉદ્દેશ્યોને સાકાર કરવા માટે વધુ માર્ગદર્શન આપવાની તક મળશે.  ત્રણ મહિના અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિની નવી દિલ્હી મુલાકાત દરમિયાન સંયુક્ત વિઝન અપનાવવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદીની શ્રીલંકાની મુલાકાત દરમિયાનના ઘટનાક્રમથી વાકેફ લોકોએ કહ્યું કે સંરક્ષણ સહયોગ પરના કરાર સહિત 7 કરારોને અંતિમ રૂપ આપવામાં આવે તેવી શક્યતા છે, આ ઉપરાંત 3 અન્ય કરારો પર પણ હસ્તાક્ષર થઈ શકે છે. જો સંરક્ષણ સહયોગ પરના MoU પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તો તે ભારત-શ્રીલંકા સંરક્ષણ સંબંધોમાં એક મોટું પગલું ચિહ્નિત કરશે, અને લગભગ 35 વર્ષ પહેલા ભારત દ્વારા દ્વીપીય રાષ્ટ્રમાંથી ભારતીય પીસ કીપિંગ ફોર્સ (IPKF) ને પાછા ખેંચવા સંબંધિત કડવા પ્રકરણને પાછળ છોડી દેશે.

શ્રીલંકાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં ભારતે મોટી ભૂમિકા ભજવી

શ્રીલંકા વડાપ્રધાનની મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે આ ટાપુ દેશ આર્થિક સંકટમાંથી બહાર આવવાના સંકેત દેખાઈ રહ્યોe છે. 3 વર્ષ અગાઉ શ્રીલંકા મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું અને ભારતે તેને 4.5 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી. મોદી અને દિસાનાયકે વચ્ચેની વાતચીત બાદ, દેવાના પુનર્ગઠન પર શ્રીલંકાને ભારતની સહાય અને ચલણ સ્વેપ પર ભારતની સહાયતા સંબંધિત બે દસ્તાવેજો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.


અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે

અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે

મોદી અને દિસાનાયકે કોલંબોમાં ભારતીય સહાયથી બનેલા અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. બંને નેતાઓ સોમપુર સોલર એનર્જી પ્રોજેક્ટના 'ઓનલાઈન' શિલાન્યાસ સમારોહના સાક્ષી પણ બનશે. મોદી શ્રીલંકાના ઘણા નેતાઓને પણ મળવાના છે. મોદી અને દિસાનાયકે 6 એપ્રિલે ઐતિહાસિક શહેર અનુરાધાપુરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ મહાબોધિ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. બંને નેતાઓ અનુરાધાપુરામાં ભારતીય સહાયથી વિકસિત બે પ્રોજેક્ટનું સંયુક્તપણે ઉદ્ઘાટન કરશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top