‘સરયૂનો કિનારો, પ્રભુ રામનો નારો..’, રામનવમી પર 2 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી, જુઓ વીડિય

‘સરયૂનો કિનારો, પ્રભુ રામનો નારો..’, રામનવમી પર 2 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી, જુઓ વીડિયો

04/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

‘સરયૂનો કિનારો, પ્રભુ રામનો નારો..’, રામનવમી પર 2 લાખ દીવાઓથી ઝળહળી ઉઠી અયોધ્યા નગરી, જુઓ વીડિય

ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ફરી એકવાર આસ્થા અને ભક્તિના પ્રકાશમાં નહાઈ હતી. રામનવમીના શુભ અવસર પર અયોધ્યામાં 2 લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. અયોધ્યાનો દરેક ખૂણો દિવ્ય અને ભવ્ય લાગી રહ્યો હતો. વાતાવરણમાં ભક્તિમય હતું. મંદિરોમાં શંખ ​​ફૂંકવામાં આવ્યા હતા. અયોધ્યા સરયૂના કિનારે દીવાઓના પ્રકાશથી ઝળહળતી જોવા મળી હતી. જાણે અયોધ્યા ભૂમિ શ્રી રામના જન્મના આનંદમાં હસતી હોય. આખી અયોધ્યા રવિવારની સાંજે રામમય બની ગઇ હતી.


રામલલાનો ભવ્ય શૃંગાર થયો

રામલલાનો ભવ્ય શૃંગાર થયો

અયોધ્યામાં રવિવારે બપોરથી રામનો જન્મોત્સવ માનવવામાં આવી રહ્યો હતો. રામ મંદિરમાં પૂજા-અર્ચના, આરતી અને સૂર્ય તિલક કરવામાં આવ્યા હતા. દુનિયાભરથી જોડાયેલા શ્રદ્ધાળુઓએ સૂર્ય તિલક જોયો. આ અગાઉ સવારે 9:00 વાગ્યે ભગવાન રામલાલાનો વિશેષ અભિષેક થયો હતો, જે એક કલાક સુધી ચાલ્યો હતો. ત્યારબાદ તેમનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો હતો. તો રામનવમીના અવસર પર અયોધ્યાના સરયૂ કિનારે સંધ્યા આરતી કરવામાં આવી હતી.

આ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યુ હતું કે, સવારે ભગવાન રામનો અભિષેક કરવામાં આવ્યો હતો. સવારે 9:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી ભગવાનનો શૃંગાર થયો હતો. ત્યારબાદ પ્રસાદ થયો. ચૈત્ર શુક્લની નવમી પર બપોરે 12:00 વાગ્યે ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભગવાનને 56 ભોગ લગાવવામાં આવ્યા હતા.


રામલલાનો સૂર્યતિલક:

રામલલાનો સૂર્યતિલક:

રવિવારે ભગવાન રામલલાનો સૂર્યતિલક થયો હતો. લગભગ 4 મિનિટ સુધી સૂર્યની કિરણો લલાટ પર પ્રકાશિત થઈ. આ પ્રયોગ પૂર્ણત વૈજ્ઞાનિક છે. ISROના વૈજ્ઞાનિકોએ તેનો વિકાસ કર્યો છે.

રામ જન્મભૂમિમાં 1 લાખ મંત્રોથી આયોજનની શરૂઆત થઈ. શુભેચ્છા ગીત પણ પણ ગુંજી ઉઠ્યા હતા. અંગદ ટીલા પર કથા, શ્રીરામ ચરિત માણસ અને વાલ્મીકિ રામાયણના પારાયણ સહિત રામ મંદિરમાં અન્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top