Ram Navmi 2025: રામ મંદિરથી અયોધ્યાને કેટલો ફાયદો થયો?

Ram Navmi 2025: રામ મંદિરથી અયોધ્યાને કેટલો ફાયદો થયો?

04/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

Ram Navmi  2025: રામ મંદિરથી અયોધ્યાને કેટલો ફાયદો થયો?

Ram Temple Ayodhya: રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યાનું ભાગ્ય પણ બદલાઈ ગયું છે. હવે અહીં પર્યટન પહેલા કરતા વધુ છે, લોકોને રોજગારી મળી છે, મંદિર ટ્રસ્ટને અભૂતપૂર્વ દાન પણ આવી રહ્યું છે. તેના ઉપર ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પણ આવી અનેક વિકાસ યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે જેમાં અયોધ્યાને કેન્દ્રમાં રાખવામાં આવી રહી છે. ચાલો અહીં જાણવાનો પ્રયાસ કરીએ કે રામ મંદિરથી અયોધ્યાને કેટલો ફાયદો થયો છે?


રામ મંદિરને કેટલું દાન મળ્યું?

રામ મંદિરને કેટલું દાન મળ્યું?

રામ મંદિરને એક વર્ષમાં 700 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે. આ આંકડો એ બતાવવા માટે પૂરતો છે કે, રામનગરીમાં ભક્તોએ દિલ ખોલીને દાન કર્યું છે. મહાકુંભ દરમિયાન ઘણા જૂના રેકોર્ડને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. શ્રદ્વાળુઓએ સંગમમાં આસ્થાની ડૂબકી તો લગાવી જ, પરંતુ સાથે-સાથે અયોધ્યામાં રામલલાના દર્શન પણ કર્યા હતા. આ કારણે રામલલાને 45 દિવસમાં 20 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર, રામલલાને આ સમયગાળા દરમિયાન 57 લાખ રૂપિયાનું વિદેશી દાન પણ મળ્યું હતું.

મોટી વાત એ છે કે, મંદિર ટ્રસ્ટની આવકમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. જો 2023-24માં મંદિર ટ્રસ્ટની આવકની વાત કરીએ તો તે, 376 કરોડ રૂપિયા હતી. આ વર્ષના પહેલા 2 મહિનામાં જ આ આંકડો 26.89 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. મહાકુંભ દરમિયાન સ્થિતિ એવી હતી કે મંદિર ટ્રસ્ટે દાન પેટીઓની સંખ્યામાં ધરખમ વધારો કરવો પડ્યો હતો.


અયોધ્યા પર્યટનને કેટલું પ્રોત્સાહન મળ્યું?

અયોધ્યા પર્યટનને કેટલું પ્રોત્સાહન મળ્યું?

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ પર્યટનને પણ ખૂબ ફાયદો થયો છે. ઘણા અહેવાલો તેની પુષ્ટિ કરી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ગયા વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં 135.5 મિલિયન સ્થાનિક પ્રવાસીઓ અયોધ્યા પહોંચ્યા હતા. બીજા શબ્દોમાં કહીએ તો, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ, ધાર્મિક પર્યટનમાં 70 ટકાનો અભૂતપૂર્વ વધારો થયો છે. અન્ય આંકડા દર્શાવે છે કે દરરોજ સરેરાશ 5 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા જાય છે.

હવે આ આંકડાને વધુ મોટો એટલે માનવામાં આવશે કારણ કે આ અગાઉ સુધી પર્યટનની વાત આવતી હતી, ત્યારે એકલા કેરળને 35168.42 કરોડ રૂપિયાની આવક થતી હતી. તે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને હતું. ત્યારબાદ ગોવા બીજા ક્રમે આવતું, જ્યાં 4.03 લાખ પ્રવાસીઓ આવતા હતા. પરંતુ હવે રામ મંદિર અયોધ્યાનું ભાગ્ય બદલાતું જોવા મળી રહ્યું છે.


કેવી છે અયોધ્યાના હોટલ ઉદ્યોગની હાલત?

કેવી છે અયોધ્યાના હોટલ ઉદ્યોગની હાલત?

રામ મંદિરના કારણે અયોધ્યાના હોટલ ઉદ્યોગને મોટો વેગ મળ્યો છે. અયોધ્યા, જ્યાં પહેલા માત્ર થોડી જ હૉટલો હતી, હવે તેમાં તાજ અને મેરિએટ જેવી હોટેલ ચેઈન સામેલ થઈ ગઈ છે. આગામી દિવસોમાં અયોધ્યામાં ઘણી મોટી હોટેલો ખુલવા જઈ રહી છે. તાજ અને વિવાંતા જેવા નામ આ યાદીમાં ટોચ પર છે. આ સિવાય સરોવર હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, JLL ગ્રુપ અને રેડિસન્સ પાર્ક ઈન્ક પણ અહીં ખુલશે.

એક રિપોર્ટ અનુસાર, 2027 સુધી અયોધ્યામાં 3 ફાઈવ સ્ટાર હોટલ મળવા જઈ રહી છે, જે તમામ તાજ ગ્રુપ દ્વારા બનાવવામાં આવશે. આ સિવાય વિવાંતા 100 રૂમ ધરાવતી હોટલ પણ બનાવવા જઈ રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top