બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં લાગી આગ, મુસાફરોમાં મચ્યો હાહાકાર; જુઓ વીડિયો

બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં લાગી આગ, મુસાફરોમાં મચ્યો હાહાકાર; જુઓ વીડિયો

04/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાં લાગી આગ, મુસાફરોમાં મચ્યો હાહાકાર; જુઓ વીડિયો

Bilaspur Bikaner Express Train: મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લામાં ટ્રેનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અહીં, મુસાફરોથી ભરેલી બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (20846)ના એક ભાગમાં રવિવારે સાંજે અચાનક આગ લાગી ગઇ હતી. આગની માહિતી મળતા જ ટ્રેનમાં બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારબાદ ટ્રેનને ઝડપથી રોકી દેવામાં આવી હતી. રેલવેના એક અધિકારીએ આગની આ ઘટના અંગે માહિતી આપી હતી. અધિકારીએ જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને આગમાં કોઈને ઈજા થઈ નથી.


ટ્રેનની પાવર કારમાં લાગી આગ

ટ્રેનની પાવર કારમાં લાગી આગ

પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના જનસંપર્ક અધિકારી ખેમરાજ મીણાએ આગની ઘટના અંગે માહિતી આપતા કહ્યું હતું કે, આગ બિકાનેર-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (20846)ની 'પાવર કાર' (ટ્રેનનો એ ભાગ કે જેના દ્વારા ટ્રેનને વીજળી પૂરી પાડવામાં આવે છે)માં લાગી હતી. આગ લાગવાની આ ઘટના તરાના અને તાજપુર સ્ટેશન વચ્ચે સાંજે 5 વાગ્યાની આસપાસ બની હતી. હાલમાં પેસેન્જર ટ્રેનની 'પાવર કાર'માં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સમારકામ બાદ સાંજે 6.30 કલાકે ટ્રેનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવી હતી. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે પહોંચેલા રેલવે અધિકારીઓ ઘટનાના કારણની તપાસ કરી રહ્યા છે.


આ અગાઉ બુધવારે એક ટ્રેનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી

આ અગાઉ બુધવારે એક ટ્રેનમાંથી ધુમાડો નીકળવાની ઘટના સામે આવી હતી

આ પહેલા બુધવારે રાત્રે કુર્લા સ્ટેશન પર ખાલી ઉપનગરીય ટ્રેનમાંથી ધુમાડો નીકળવાને કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ દરમિયાન ઘણા મુસાફરો ડરી ગયા હતા અને પ્લેટફોર્મ પરથી રેલવે ટ્રેક પર કૂદી પડ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી હાર્બર લાઇન ઉપનગરીય ટ્રેનોના સંચાલનમાં પણ વિક્ષેપ પડ્યો હતો. જો કે, ઘટનાની પુષ્ટિ કર્યા વિના, મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે CSMT થી પનવેલની સાંજે 6:57 વાગ્યાની ઉપનગરીય ટ્રેનને 'વ્હીલ લોક' સમસ્યાને કારણે વડાલા રોડ સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી અને બાદમાં તેને કુર્લા યાર્ડમાં મોકલી દેવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top