સુરત: બોલો! દુકાનદારે સિગારેટ ઉધાર આપવાની ના પાડી દીધી તો જાહેરમાં ચહેરા પર એસિડ ફેકાયું

સુરત: બોલો! દુકાનદારે સિગારેટ ઉધાર આપવાની ના પાડી દીધી તો જાહેરમાં ચહેરા પર એસિડ ફેકાયું

04/02/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: બોલો! દુકાનદારે સિગારેટ ઉધાર આપવાની ના પાડી દીધી તો જાહેરમાં ચહેરા પર એસિડ ફેકાયું

Surat: મોજીલા સુરતીઓના સુરત શહેર, ક્રાઇમની દુનિયા તરફ સતત આગળ વધી રહ્યું છે. બળાત્કારની ઘટના હોય, ધમકી આપવાની ઘટના હોય કે પછી છેડતી કરવાની ઘટના હોય, રોજબરોજ આવી ઘટનાઓનો વધારો થતો નજરે પડી રહ્યો છે. નાની-નાની વાતે ઉશ્કેરાઈ જવાની અને હુમલા કરી દેવાની ઘટના પણ સામે આવી રહી છે. થોડા મહિના અગાઉ એક પાણીપુરીવાળાએ ચણા પૂરા થઈ ગયા હોવાની વાત કહેતા તેના પર છરી વડે હુમલો કરી દીધો હતો. બોલો! કોઈ વિચારી શકે કે ચણા ખાવા ન આપે તો પણ કોઈ છરી વડે હુમલો કરી દે? નહીં જ. હવે વધુ એક એવી જ ઘટના આપી છે, પરંતુ આ વખત દુકાનદારે ઉધાર આપવાની ના પાડતા તેના પર એસિડ ફેકવાની ઘટના સામે આવી છે. ચાલો તો આ આર્ટિકલમાં આગળ જાણીએ શું છે આખો મામલો.


શું છે સમગ્ર મામલો?

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, કાપોદ્રા વિસ્તારના સત્યનારાયણ નગરમાં આવેલા આનંદ એપાર્ટમેન્ટમાં રહેતો રામપ્યારે કુશાવાહ નામનો વ્યક્તિ કાપોદ્રા સત્યનારાયણનગર સોસાયટી પાસે પંડિત પાન સેન્ટરના નામે ગલ્લો ચલાવી રહ્યો છે. સોમવારે રાત્રે લગભગ 8:00 વાગ્યાની આસપાસ તે પોતાની દિકાન પર હતો, ત્યારે રાકેશ બારૈયા નામનો વ્યક્તિ ગલ્લા પર આવ્યો અને તેણે સિગારેટ ઉધાર માગી હતી. ત્યારે રામપ્યારેએ સિગારેટ ઉધાર આપવાની ના પાડી દીધી હતી. જેથી રાકેશ ત્યાથી જતો રહ્યો હતો, પરંતુ થોડા સમય બાદ તે બોટલમાં એસિડ લઈને આવ્યો અને રામપ્યારે પર ફેંકી દીધું. ત્યારબાદ આરોપી રાકેશ ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

રામપ્યારે પર એસિડથી હુમલો થતા તેનો ચહેરો અને માથું બળવા લાગ્યા હતા. એસિડ એટેકના બનાવથી આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. રામપ્યારેની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં આરોપી રાકેશ બારૈયાની ધરપકડ કરી લીધી હતી.


આરોપી વિરુદ્ધ ઘણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે કેસ

આરોપી વિરુદ્ધ ઘણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયા છે કેસ

પોલીસે જણાવ્યુ કે, આરોપી રાકેશ વિરુદ્ધ મહિધારપુરા, સરથાણા, પુણા, કાપોદ્રા અને વલસાડ પોલીસ સ્ટેશનમાં પણ ગુના દાખલ થઈ ચૂક્યા છે.

આટલા બધા પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયા હોવા છતા તે બિન્દાસ કેમ ફરી રહ્યો હતો એજ સમજાતું નથી. જો તેની સામે કોઈ નક્કર પગલાં નહીં લેવાય અને પોલીસ કસ્ટડીમાથી જલદી જામીન મળી જશે તો તે વધુ ગુના કરશે અને લોકોને ભોગ બનાવશે. રાકેશ બારૈયા જ નહીં, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા અસમાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે કારણ કે અત્યારે તો ગુનેગારોમાં પોલીસનો નામમાત્રનો પણ ભય ન હોય એવું લાગી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top