લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડી, ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની આપી સલાહ
બિહારના રાજકીય ગલિયારામાંથી મોટા સમાચાર આવી છે કે RJDના સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવની તબિયત લથડી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બ્લડ સુગર વધી જવાને કારણે તેમની તબિયત લથડી છે. પટનાના ડૉક્ટરોએ તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલૂ પ્રસાદ યાદવ ગમે ત્યારે દિલ્હી જવા રવાના થઈ શકે છે. RJD સુપ્રીમો લાલૂ પ્રસાદ યાદવ બ્લડ શુગર વધવાથી પરેશાન છે. જેના કારણે તેઓ છેલ્લા 2 દિવસથી બીમાર હતા. આજે (બુધવાર) સવારથી તેમની તબિયત વધુ લથડી હતી. એવાતિમાં લાલૂ યાદવની સારવાર રાબડી નિવાસ પર જ થઈ રહી છે.
ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં (2024) લાલુ પ્રસાદ યાદવની મુંબઈમાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેમને એક સ્ટેન્ટ લગાવાયું છે. આ અગાઉ 2022માં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.લાલૂ પ્રસાદ યાદવની નાની દીકરી રોહિણી આચાર્યએ તેમની કિડની દાનમાં આપી હતી. કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલૂ સ્વસ્થ પણ હતા. વધતી ઉંમરને કારણે તેઓ કેટલીક બીમારીઓથી પીડિત છે. આ અગાઉ 2014માં તેમની ઓપન હાર્ટ સર્જરી થઈ હતી.
સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ લાલૂ યાદવ ન માત્ર સ્વસ્થ દેખાઈ રહ્યા હતા, પરંતુ તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં સક્રિય પણ હતા. રોહિણી આચાર્યને સારણથી ટિકિટ આપવામાં આવી હતી. તે સમયે લાલૂ યાદવ પોતે પ્રચાર કરવા ગયા હતા. એટલું જ નહીં, તાજેતરમાં જ્યારે પટનાના ગર્દનીબાગમાં મુસ્લિમ સંગઠનોએ વક્ફ બિલનો વિરોધ કર્યો હતો, ત્યારે લાલૂ પણ થોડા સમય માટે પહોંચ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp