GSTથી ભરાઈ સરકારની તિજોરી; જાણો માર્ચમાં કેટલું કલેક્શન થયું
GST Collaction 2024-25: ગત નાણાકીય વર્ષ 2024-25ના માર્ચ મહિનામાં 1.94 લાખ કરોડ રૂપિયાનું બમ્પર GST કલેક્શન થયું હતું, જે વર્ષ 2017માં GST સિસ્ટમની રજૂઆત પછીનું બીજું સૌથી મોટું કલેક્શન છે. આ કલેક્શન ગયા વર્ષના માર્ચ કરતા 10 ટકા વધુ છે. ગત વર્ષે એપ્રિલમાં અત્યાર સુધીનું સૌથી વધુ 2.10 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું. માર્ચમાં GSTનું બમ્પર કલેક્શન દર્શાવે છે કે, ગત નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં વપરાશમાં ઘટાડો થવાને બદલે વધારો થયો હતો. GSTનું કલેક્શન વસ્તુના વેચાણ સાથે સીધું જોડાયેલું હોય છે.
બીજી તરફ, ગત નાણાકીય વર્ષ 2024-25ના એપ્રિલ-માર્ચમાં GST કલેક્શન 22.08 લાખ કરોડ રૂપિયાનું હતું, જે અગાઉના નાણાકીય વર્ષ 2023-24 કરતા 9.4 ટકા વધુ છે. સરકારી આંકડા અનુસાર, આ વર્ષે માર્ચમાં GST કલેક્શનમાં SGSTની હિસ્સેદારી 38,145 કરોડ, SGST 49,891 કરોડ અને IGSTનો હિસ્સો 95,853 કરોડ હતો. સેસ તરીકે 12,253 કરોડ એકત્ર થયા હતા.
માર્ચમાં GST રિફંડ બાદ સરકારને 1.76 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. સરકારી ડેટામાં, માર્ચમાં ઉત્પાદક રાજ્ય અને ઉપભોક્તા રાજ્યોના GST સંગ્રહના વૃદ્ધિ દરમાં મોટો તફાવત જોવા મળ્યો હતો.
ગત માર્ચ મહિનામાં મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં GST સંગ્રહનો વૃદ્ધિ દર ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 10 ટકાથી વધુ હતો, જ્યારે ગુજરાત, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં GSTનો વૃદ્ધિ દર 1-7 ટકા વચ્ચે હતો. GST નિષ્ણાતોનું કહેવું છે કે તેની સમીક્ષાની જરૂર છે. ગત નાણાકીય વર્ષમાં GST કલેક્શનમાં લગભગ 10 ટકાનો વધારો અર્થતંત્રની મજબૂતાઈ દર્શાવે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp