મુકેશ અંબાણીની કંપનીને થઈ શકે છે 1.25 અબજનો દંડ, જાણો શું છે મામલો

મુકેશ અંબાણીની કંપનીને થઈ શકે છે 1.25 અબજનો દંડ, જાણો શું છે મામલો

03/03/2025 Business

SidhiKhabar

SidhiKhabar

મુકેશ અંબાણીની કંપનીને થઈ શકે છે 1.25 અબજનો દંડ, જાણો શું છે મામલો

Mukesh Ambani: ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક સહયોગી કંપનીને દંડ થઈ શકે છે. આ કંપની બેટરી સેલ પ્લાન્ટ સ્થાપી શકી નથી. આ પ્લાન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આયાત ઘટાડવાના અભિયાનનો એક ભાગ હતો. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં સૂત્રોના સંદર્ભે આ દાવો કરવામાં આવ્યો છે. રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે વર્ષ 2022માં બેટરી સેલ બનાવવા માટેની સરકારી યોજનામાં બીડ જીતી. આ યોજના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે હતી. ડેડલાઇન પૂરી કરવામાં નિષ્ફળતાના પરિણામે કંપનીને 1.25 અબજ રૂપિયા (14.3 મિલિયન) સુધીનો દંડ થઈ શકે છે.

મોદી મેન્યૂફેક્ચરિંગ ક્ષેત્રને દેશની GDPના 25% સુધી લઈ જવા માગે છે, પરંતુ સરકારના તમામ પ્રયાસો છતા, આમ થઈ રહ્યું નથી. વર્ષ 2014માં GDPમાં આ ક્ષેત્રનો હિસ્સો 15% હતો, જે 2023માં ઘટીને 13% થવાની ધારણા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ભારે ઉદ્યોગ મંત્રાલયે આ સંદર્ભમાં કોઈ પ્રતિભાવ આપ્યો નથી. ઉત્પાદક સાથે જોડાયેલી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ સબસિડી મળે છે. આ યોજના સ્માર્ટફોનના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં ખૂબ સફળ રહી છે. પરંતુ તેની સફળતા બધા ક્ષેત્રોમાં સમાન રહી નથી.


બેટરી સેલ પ્લાન્ટ

બેટરી સેલ પ્લાન્ટ

રિલાયન્સ ન્યૂ એનર્જીએ રાજેશ એક્સપોર્ટ્સ અને ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના એક યુનિટ સાથે મળીને 2022માં બેટરી સેલ પ્લાન્ટ બનાવવા માટે બીડ જીતી હતી. આ દેશના ઇલેક્ટ્રિક વાહનો માટે આયાત પરની નિર્ભરતા ઘટાડવાના પ્રયાસનો એક ભાગ હતો. આ સરકારના PLI કાર્યક્રમ હેઠળ હતું. આ પ્રોજેક્ટ માટે 181 અબજ રૂપિયાની સબસિડી રાખવામાં આવી હતી. તે 30 ગીગાવોટ-કલાકની ક્ષમતા સાથે એડવાન્સ, કેમિસ્ટ્રી બેટરી સ્ટોરેજ બનાવવાનું હતું. કંપનીઓને પ્રોજેક્ટ લક્ષ્યો પ્રાપ્ત કરવા પર આ સબસિડી મળવાની હતી.

કરારના બે વર્ષની અંદર કંપનીઓએ મિનિમમ કમિટેડ કેપેસિટી અને 25% લોકલ વેલ્યૂ એડિશન પ્રાપ્ત કરવાનું હતું. 5 વર્ષમાં તેને વધારીને 50% સુધી પહોંચાડવાનું હતું. પરંતુ રિલાયન્સ ન્યૂ એનર્જી તેમજ રાજેશ એક્સપોર્ટ્સ આ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યો. પરંતુ ભાવિશ અગ્રવાલની ઓલા સેલ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડે આ PLI કાર્યક્રમ હેઠળ તેની પ્રતિબદ્ધતાઓ પર પ્રગતિ કરી છે. ઓલા ઇલેક્ટ્રિકના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપનીએ ગયા વર્ષે માર્ચમાં ટ્રાયલ ઉત્પાદન શરૂ કર્યું હતું. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં લિથિયમ-આયન સેલનું વ્યાપારિક ઉત્પાદન શરૂ કરવાની યોજના છે. અમે નિર્ધારિત સમયમર્યાદાને પૂરી કરવા માટે યોગ્ય માર્ગ પર છીએ.


શું છે મામલો?

શું છે મામલો?

સૂત્રોના જણાવ્યા અનુસાર, રિલાયન્સના યુનિટે ગ્રીન હાઇડ્રોજન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ ઇંધણ કાર્બન-મુક્ત ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. કંપનીની પ્રાથમિકતાઓમાં ફેરફારના ભાગ રૂપે એમ કરવામાં આવ્યું છે. કંપનીઓ અત્યાર સુધી સ્થાનિક સ્તર પર લિથિયમ-આયન સેલના ઉત્પાદન માટે જરૂરી ટેક્નોલોજીને અંતિમ સ્વરૂપ આપી શકી નથી. રિલાયન્સ ન્યૂ એનર્જીએ 2021માં સોડિયમ-આયન સેલ ઉત્પાદક ફેરાડિયન અને 2022માં નેધરલેન્ડ સ્થિત લિથિયમ વર્ક્સને હસ્તગત કરી હતી. આમાં ચીનમાં તેની ઉત્પાદન સુવિધાઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ નાના રોકાણો હતા.

નિષ્ણાતો કહે છે કે ગયા વર્ષે સેલ મેન્યૂફેક્ચરિંગમાં રોકાણ કરવું ખૂબ જોખમી હતું. વૈશ્વિક સ્તરે ઘણી અનિશ્ચિતતા હતી. લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ બનાવવા માટે જરૂરી મૂડી રોકાણ ખૂબ ખૂબ વધારે છે, જે પ્રતિ ગીગાવોટ-કલાક 60 થી 80 મિલિયન ડોલર સુધીનું છે. આ સિવાય, વૈશ્વિક સ્તરે લિથિયમ-આયન ફોસ્ફેટ (LFP) બેટરીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે, સેલની આયાત પહેલા કરતા સસ્તી થઈ ગઈ છે. આનાથી સ્થાનિક માગ અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે અને ભારતમાં રોકાણની ગતિ ધીમી થઇ ગઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top