‘..તો વક્ફ બોર્ડ સંસદ ભવન પણ લઈ લેતું’, સંશોધન રજૂ કરતા કિરેન રિજિજૂએ જણાવ્યું- કેમ જરૂરી છે આ બિલ
Waqf Amendment Bill: લોકસભામાં વક્ફ સુધારા બિલ 2025 લોકસભામાં રજૂ કરી દેવામાં આવ્યું. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ પ્રશ્નકાળ બાદ બપોરે ગૃહમાં ચર્ચા માટે રજૂ કર્યું હતું. સ્પીકર ઓમ બિરલાએ બિલ પર ચર્ચા માટે 8 કલાકનો સમય નક્કી કર્યો છે. તેમાંથી NDAને 4 કલાક 40 મિનિટનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે વિપક્ષને બાકીનો સમય મળ્યો છે. લોકસભામાં વક્ફ સંશોધન બિલ રજૂ કર્યા બાદ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું હતું કેસ 'દિલ્હીમાં 1970થી ચાલી રહેલ એક કેસ CGO કોમ્પ્લેક્સ અને સંસદ ભવન સહિત ઘણી મિલકતો સાથે જોડાયેલો છે.
દિલ્હી વક્ફ બોર્ડે આ મિલકતોને વક્ફ પ્રોપર્ટી બતાવી હતી. આ કેસ કોર્ટમાં હતો, પરંતુ તે સમયે UPA સરકારે 123 મિલકતોને ડી-નોટિફાઈ કરીને વક્ફ બોર્ડને સોંપી દીધી હતી. જો અમે આજે આ સંશોધન બિલ રજૂ ન કર્યું હોત, તો આપણે જ્યાં બેઠા છીએ તે સંસદ ભવનમાં પણ વક્ફની મિલકત હોવાનો દાવો કરી શકાતો હતો. જો મોદી સરકાર સત્તામાં ન આવી હોત તો ઘણી મિલકતો ડી-નોટીફાઈડ થઈ ગઈ હોત.
કિરેન રિજિજૂએ કહ્યું કે, 'હું કહેવા માગુ છું કે બંને ગૃહોની સંયુક્ત સમિતિમાં વક્ફ સુધારા બિલ પર ચર્ચા ભારતના સંસદીય ઈતિહાસમાં ક્યારેય થઈ નથી. હું સંયુક્ત સમિતિના તમામ સભ્યોનો આભાર માનું છું અને અભિનંદન આપું છું. અત્યાર સુધીમાં, વિવિધ સમુદાયોના રાજ્ય ધારકોના કુલ 284 પ્રતિનિધિમંડળોએ સમિતિ સમક્ષ તેમના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા છે. 25 રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વક્ફ બોર્ડે પણ તેમની રજૂઆતો પ્રસ્તુત કરી છે.
કિરેન રિજિજૂએ કહ્યું કે, દેશમાં વક્ફની ઘણી સંપત્તિ છે, તો તેને બેકારમાં પડી રહેવા નહીં દઈએ. તેનો ઉપયોગ ગરીબ મુસ્લિમો અને અન્ય મુસ્લિમો માટે થવો જોઈએ. અમે રેકોર્ડ જોયો છે. સચ્ચર કમિટીએ પણ આ વાતનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. વર્ષ 2006માં 4.9 લાખ વક્ફ મિલકતો હતી. તેમની કુલ આવક 163 કરોડ રૂપિયા હતી. 2013માં ફેરફારો કર્યા બાદ આવક વધીને 166 કરોડ રૂપિયા થઈ ગઈ. 10 વર્ષ બાદ પણ તેમાં 3 કરોડ રૂપિયાનો વધારો થયો છે. અમે તેને મંજૂર નહીં કરી શકીએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp