ચિલીના રાષ્ટ્રપતિ કેમ કરી રહ્યા છે વડાપ્રધાન મોદીના ભરપેટ વખાણ? બોલ્યા- ‘તમારી પાસે આ અનન્ય દરજ્જો, તમે..
Gabriel Boric Font on PM Narendra Modi: ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક ફોન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપેટ વખાણ કરતા તેમને જિયોપોલિટિક્સમાં 'મહત્ત્વના ખેલાડી' ગણાવ્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીનો 'અજીબ પ્રતિષ્ઠા છે જ્યાં તેઓ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના વ્લાદિમીર ઝેલેન્સકી બંને સાથે વાત કરી શકે છે. રાષ્ટ્રપતિ મુર્મૂ તરફથી તેમના સન્માનમાં આયોજિત ભોજન સમારંભમાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, આ એક એવી સિદ્ધિ છે જે દુનિયાના અન્ય કોઈ નેતા હાંસલ કરી શકતા નથી. તેમનું આ નિવેદન ગયા વર્ષે જુલાઈમાં રશિયામાં વડાપ્રધાન મોદીની પુતિન સાથેની મુલાકાત અને ઓગસ્ટમાં યુક્રેનમાં ઝેલેન્સકી સાથેની ઐતિહાસિક મુલાકાતના સંદર્ભમાં હતું.
વડાપ્રધાન મોદીએ અગાઉ પણ પુતિનને કહ્યું હતું કે, આ યુદ્ધનો યુગ નથી, જેની વિશ્વભરમાં પ્રશંસા થઈ હતી. તો યુક્રેનમાં તેઓ શાંતિનો સંદેશ લઈ ગયો હતો. તેમણે સંવાદ અને કૂટનીતિ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ બોરીકે કહ્યું કે, 'તમે વિશ્વમાં શાંતિ માટે પ્રતિબદ્ધ છો. તમારી પાસે આ અનન્ય દરજ્જો છે કે તમે દરેક નેતા સાથે વાત કરી શકો છો. તમે પુતિન, ટ્રમ્પ, ઝેલેન્સકી, યુરોપિયન યુનિયન, લેટિન અમેરિકા અને ઈરાન સહિત વિશ્વના ઘણા નેતાઓ સાથે વાત કરી શકો છો. આ એવી વસ્તુ છે જે આજે દરેક નેતા કરી શકતા નથી.
ચિલીના રાષ્ટ્રપતિ બોરિક 1-5 એપ્રિલ દરમિયાન ભારતની પ્રથમ મુલાકાતે છે. તેઓ વડાપ્રધાન મોદીના આમંત્રણ પર ભારત આવ્યા છે. તેમની મુલાકાતનો હેતુ બંને દેશો વચ્ચે આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનો છે. મંગળવારે બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. વેપાર, સંરક્ષણ, મહત્ત્વપૂર્ણ ખનિજો અને આરોગ્ય પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન મોદીએ લેટિન અમેરિકાને ભારતનો મહત્ત્વપૂર્ણ મિત્ર અને ભાગીદાર ગણાવ્યો હતો. વડાપ્રધાન મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, 'ભારત અને ચિલી વિશ્વના નકશાના અલગ-અલગ છેડે હોઈ શકે છે, આપણી વચ્ચે વિશાળ મહાસાગરો હોઈ શકે છે, પરંતુ કુદરતે આપણને અનોખી સમાનતાઓથી જોડ્યા છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp