સરકારનો વિરોધ કરવા માટે ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં ગાય લઇને પહોંચ્યા, જાણો પછી શું થયું

સરકારનો વિરોધ કરવા માટે ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં ગાય લઇને પહોંચ્યા, જાણો પછી શું થયું

09/19/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

સરકારનો વિરોધ કરવા માટે ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં ગાય લઇને પહોંચ્યા, જાણો પછી શું થયું

ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક ધારાસભ્ય સોમવારે રાજ્ય સરકારનું ધ્યાન પશુઓમાં ફેલાતા ચામડીના રોગ તરફ દોરવા માટે ગાય લઈને વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા. જો કે, આ ગાય ઘોંઘાટ વચ્ચે ભાગી ગઈ હતી અને ધારાસભ્યના સાથી તેને પકડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. રાજસ્થાન વિધાનસભાનું સાતમું સત્ર સોમવારે ફરી શરૂ થયું. પુષ્કરથી બીજેપી ધારાસભ્ય સુરેશ સિંત ગાય  લઈને વિધાનસભા પરિસરમાં પહોંચ્યા હતા. આના પર મીડિયા તેમના તરફ વળ્યું. હાથમાં લાકડી પકડીને ધારાસભ્યએ કહ્યું કે આખા રાજસ્થાનમાં ગાયો લમ્પી રોગથી પીડિત છે પરંતુ રાજ્ય સરકાર ઉંઘી રહી છે.


ધારાસભ્ય જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે અવાજ આવતા ગાય ડરી ગઈ અને ત્યાંથી ભાગી ગઈ. ગાય લઈને આવેલા બે માણસો તેને પકડવા પાછળ દોડતા જોવા મળ્યા હતા. ધારાસભ્ય રાવતે કહ્યું, લમ્પી તરફ ધ્યાન દોરવા માટે, હું વિધાનસભામાં ગાય માતા લાવ્યો છું. જ્યારે ગાય ભાગી ગઈ ત્યારે તેમણે કહ્યું, જુઓ,  ગાય માતા પણ સરકારથી નારાજ છે. તેમણે સરકાર પાસે માંગણી કરી હતી કે,  બીમાર પડેલી ગાયોની કાળજી લેવા માટે દવાઓ અને રસી વગેરેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે નેશનલ ડેમોક્રેટિક પાર્ટી (RLP)ના ત્રણ ધારાસભ્યો ગૃહમાં સૂત્રોચ્ચાર કરવા માટે ધરણા પર બેઠા હતા.


આ ધારાસભ્યોએ હાથમાં પોસ્ટર લઈને લખ્યું હતું કે 'ગોમાતા કરે પુકાર હમે બચાલો સરકાર'. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગૃહ પરિસરમાં પત્રકારોને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લમ્પી રોગને રાષ્ટ્રીય આફત તરીકે જાહેર કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, અમારી પ્રાથમિકતા એ છે કે ગાયોના જીવને ચામડીના રોગથી કેવી રીતે બચાવી શકાય, પરંતુ ભારત સરકાર રસી આપશે, દવાઓ ઉપલબ્ધ કરાવશે, તો આવી સ્થિતિમાં અમે ભારત સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તમે રાષ્ટ્રીય આફત જાહેર કરો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top