BJPએ સ્ટાર પ્રચારકની લિસ્ટમાંથી એકનાથ શિંદે અને અજીત પવારના હટાવ્યા નામ, જાણો કારણ

BJPએ સ્ટાર પ્રચારકની લિસ્ટમાંથી એકનાથ શિંદે અને અજીત પવારના હટાવ્યા નામ, જાણો કારણ

04/13/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

BJPએ સ્ટાર પ્રચારકની લિસ્ટમાંથી એકનાથ શિંદે અને અજીત પવારના હટાવ્યા નામ, જાણો કારણ

ભાજપે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારને મહારાષ્ટ્રમાં પોતાના સ્ટાર પ્રચારકોની લિસ્ટમાંથી હટાવી દીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 40 સ્ટાર પ્રચારકોની એક સંશોધિત લિસ્ટ, પાર્ટી તરફથી ભારતના ચૂંટણી પંચને સોંપી છે. બધા જિલ્લા કલેક્ટરો અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને હાલમાં જ લખેલી ચિઠ્ઠીમાં રાજ્ય CEOએ સ્ટાર પ્રચારકો માટે એક જ પાર્ટીમાંથી હોવાની આવશ્યકતા માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950નો સંદર્ભ આપ્યો હતો. આ દરમિયાન ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 40 સ્ટાર પ્રચારકોની એક સંશોધિત લિસ્ટ ભારતના ચૂંટણી પંચને સોંપી છે.


મુખ્ય ચૂંટણી કમિશનરને લખી ચિઠ્ઠી

મુખ્ય ચૂંટણી કમિશનરને લખી ચિઠ્ઠી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને લખેલી ચિઠ્ઠીમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે, આ લિસ્ટ મહારાષ્ટ્ર રાજ્ય માટે અનુસૂચિ 4 અને 5માં સામેલ શેષ સંસદીય મતવિસ્તાર માટે કાયદેસર માની શકાય છે, જ્યાં સુધી અમે એક સંશોધિત લિસ્ટ મોકલતા નથી. સ્ટાર પ્રચારકોની લિસ્ટમાં શિવસેના અને મહારાષ્ટ્ર ભાજપ સિવાય અન્ય પાર્ટીના નેતા પણ હતા.  શિવસેનાની લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર સ્ટાર પ્રચારકોના રૂપમાં હતા. જ્યારે ભાજપની લિસ્ટમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે હતા. ભાજપનું આ પગલું NCP (SP) તરફથી શિવસેના (શિંદે ગ્રુપ) અને ભાજપના સ્ટાર પ્રચારકોની લિસ્ટના સંબંધમાં ચૂંટણી પંચને ફરિયાદના થોડા દિવસ બાદ આવ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top